રાજકોટ : આજીડેમમાં છલાંગ લગાવી આત્મહત્યા કરનાર યુવાનનો 8 કલાક બાદ મૃતદેહ મળ્યો

0
17

શહેરની નજીક આજીડેમ-1માં ગઇકાલે અજાણ્યા યુવાને છલાંગ લગાવી હતી. આથી બેડી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બનાવના 8 કલાક બાદ ફાયર બ્રિગેડના જવાનોએ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવાન ડેમ સાઇટ પર લગાવવામાં આવેલી ઝાળી પર ચડી ડેમમાં છલાંગ લગાવી હતી. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનની ઓળખ અને વાલીવારસની શોધખોળ હાથ ધરી છે