Wednesday, September 29, 2021
Homeરાજકોટ : વિજય રૂપાણી અને વજુભાઈ વાળા વચ્ચે યોજાઈ બેઠક
Array

રાજકોટ : વિજય રૂપાણી અને વજુભાઈ વાળા વચ્ચે યોજાઈ બેઠક

રાજકોટ, : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં હાજરી આપતા પૂર્વે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને તાજેતરમાં વતન રાજકોટમાં પુનઃ સ્થાયી અને સક્રિય થયેલા ભાજપના પીઢ રાજકારણી વજુભાઈ વાળાના કાલાવડ રોડ પર આવેલા નિવાસસ્થાને મળવા ગયા હતા અને પંદરેક મિનિટ તેમની સાથે બેઠક યોજી હતી.

આ અંગે બાદમાં મિડીયા સમક્ષ બન્ને નેતાઓએ એકબીજાની પ્રશંસા કરી હતી. વજુભાઈએ જણાવ્યું કે વિજયભાઈને ડર નથી, સંગઠન અને સત્તાનો અનુભવ છે અને બરાબર કામ કરે છે, આર.એસ.એસ.માં વડીલોના આશિર્વાર લેવા જતા હોય છે તેમ મારે ત્યાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે મારે કોંગ્રેસ કે કોઈનો સફાયો કરવો નથી પણ ભાજપને વધુ આગળ વધારવું છે, પક્ષમાં બધા કાર્યકરોનું સરખુ મહત્વ હોય છે. ભીખુભાઈ દલસાણીયાને પ્રદેશ સંગઠન મંત્રી પદેથી ઓચિંતા બદલાવાયા તે અંગે તેમણે કહ્યું કે સંઘ પરિવારની યોજના છે, તેમને હવે બીજુ કામ અપાશે. ઈ.૨૦૨૨ની ચૂંટણી અંગે સત્તામાં અને સંગઠનમાં રહેલા લોકો નિર્ણય લેશે તે મૂજબ હું કામ કરીશ. તો મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે વજુભાઈ અમારાવડીલ છે,ગવર્નર તરીકે નિવૃત થઈ રાજકોટ આવ્યા છે ત્યારે તેમની હૂંફ અને માર્ગદર્શન અમને મળતા રહેશે.  તેઓ ભાજપમાં કદિ નિવૃત થયા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments