રાજકોટ : લગ્નના એક મહિના બાદ યુવાને ગળેફાંસો ખાધો

0
3

રાજકોટમાં આપઘાતના બે બનાવ બન્યા છે. જેમાં પહેલા બનાવમાં રૈયા રોડ પર આવેલા અક્ષરતીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને એક મહિના પૂર્વે જ લગ્ન કરનાર રમેશ ચાવડાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીજા બનાવમાં શહેરના 80 ફુટ રોડ આંબેડકરનગરમાં રહેતી સંગીતાબેન રાઠોડે લગ્નના 15 મહિના બાદ કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બંને બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુવાન પત્નીને પિયર મૂકી ઘરે આવી ગળેફાંસો ખાધો
શહેરના રૈયા રોડ ઉપર આવેલા કનૈયા ચોક પાસે અક્ષરતીર્થ એપાર્ટમેન્ટમાં રહેતો અને ખાનગી બેંકમાં નોકરી કરતો રમેશ ભુપતભાઇ ચાવડા નામના યુવાને ગતરાત્રે પોતાના ઘરે ઉપરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. તપાસનીશ અધિકારી PSI ક્રિશ્ચનના જણાવ્યા પ્રમાણે રમેશભાઈના લગ્ન એક મહિના પૂર્વે જ થયા હતા. પત્નીની તબિયત સારી ન હોવાથી ગત સાંજે ચારેક વાગ્યે પત્નીને કોઠારીયા વિસ્તારમાં રહેતા તેના માતા-પિતા ઘરે સારવાર અને આરામ કરવા મૂકવા ગયો હતો અને પરત 6 વાગ્યે ઘરે આવી બાદમાં માતાને આરામ કરવા જાવ છું તેમ કહી ઉપરના માળે જઇ અને આપઘાત કરી લીધો હતો.

મોડે સુધી નહીં આવતા માતાએ દરવાજો ખખડાવ્યો
મોડે સુધી નહીં આવતા માતાએ દરવાજો ખખડાવ્યો છતાં નહીં ખોલતા દેકારો કરતા લોકો એકઠા થઇ ગયા હતા અને બારીમાંથી જોતા લટકતો મૃતદેહ મળ્યો હતો. દરવાજો તોડવો મુશ્કેલ હોય ફાયર બ્રિગેડની ટીમને બોલાવી બારી તોડાવી દરવાજો ખોલી મૃતદેહ બહાર કાઢ્યો હતો. મહિના પૂર્વે જ પ્રભુતામાં પગલું માંડનાર નવોઢા એક મહિનામાં જ વિધવા થઇ જતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. હાલ પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

બીજા બનાવમાં પરિણીતાએ ગળેફાંસો ખાધો
​​​​​​​
80 ફૂટ રિંગ રોડ આંબેડકરનગરમાં કાનાભાઈનાં મફતીયાપરામાં રહેતા સંગીતાબેન જગદીશભાઈ રાઠોડ (ઉં.વ.22) નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે થોરાળા પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે. સંગીતાબેનના પતિ ગેસની એજન્સીમાં નોકરી કરે છે તેમજ માવતર વાંકાનેરના સિંધાવદરમાં આવેલું છે. પિતાનું નામ નટુભાઈ કલાભાઈ ચાવડા છે.

સાસુએ પુત્રવધૂનો લટકતો મૃતદેહ જોયો
​​​​​​​
ગઈકાલે સાસુ ભાનુબેન દીકરીનાં ઘરે બહાર ગામ ગયા હતા. સંગીતાબેનનાં લગ્નને 15 માસ જ થયાં હતા. ગઈકાલે સાંજના સમયે ઘરે આવતાં બારણુ ખખડાવ્યું પરંતુ સંગીતાબેને ન ખોલતાં તોડીને જોયું તો પુત્રવધુનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here