રાજકોટ : એરપોર્ટ પર આવતી નવી ફ્લાઇટને લાગી શકે છે સુરક્ષાનું ગ્રહણ

0
5

મુખ્યમંત્રીના હોમટાઉન અને સૌરાષ્ટ્રના પાટનગર સમાં રાજકોટ શહેર ખાતેથી હવાઇ પરિવહન સેવા ધીમે ધીમે વધારવામાં આવી રહી છે. હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી દિવસ દરમિયાન 6 ફલાઇટ ઉડાન ભરી રહી છે અને 12 તારીખ થી વધુ એક અને માર્ચ મહિનાના અંત સુધી દિવસ દરમિયાન કુલ 12 જેટલી ફલાઇટ શરૂ થવા જઇ રહી છે ત્યારે આ બધા વચ્ચે નવી શરૂ થતી ફલાઇટોને સુરક્ષાનું ગ્રહણ લાગે તો નવાઇ નહીં.

તાત્કાલિક અસરથી CISF સ્ટાફ ની ભરતી કરવી અનિવાર્ય

હાલમાં રાજકોટ એરપોર્ટ પર CISF 20 અધિકારીઓ સહિત કુલ 120 જેટલા સુરક્ષા કર્મી ફરજ બજાવી રહ્યા છે અને તેમના દ્વારા વધુ સ્ટાફની માંગણી કરવામાં આવી રહી છે. ફલાઇટ વધતા મુસાફરોની સંખ્યામાં વધારો જરૂર થશે પરંતુ તેની સામે સુરક્ષા પણ એટલી જ અગત્યતા હોવાથી CISF ના વધુ સ્ટાફ ની માંગણી કરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ 6 થી વધુ ફલાઇટ શરૂ થાય તો હાલનો સ્ટાફ સુરક્ષા પુરી કરી શકે તેમ ન હોવાથી તાત્કાલિક અસરથી નવા સ્ટાફ ની નિમણુંક એ પ્રથમ આવશ્યકતા માનવામાં આવી રહી છે.

માર્ચ મહિનાના અંતમાં દિવસ દરમિયાન રાજકોટથી કુલ 11 ફલાઇટ ભરશે ઉડાન

રાજકોટ એરપોર્ટ પર હાલ કુલ 6 ફલાઇટ ઉડાન ભરી રહી છે જેમાં રાજકોટ મુંબઇ વચ્ચે 2, રાજકોટ દિલ્લી વચ્ચે 2 , રાજકોટ હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે 1-1 ફ્લાઇટ નો સમાવેશ થાય છે અને આગામી 12 તારીખ સ્પાઇસ જેટ દ્વારા રાજકોટ મુંબઇ વચ્ચે વધુ એક ફલાઇટ શરૂ કરવામા આવનાર છે જે માટે મુસફરોના બુકીંગ પણ લેવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ચાલુ માસના અંતે નવી એરલાઇન્સ એટલે કે ઈન્ડિગો વધુ 4 ફલાઇટ શરૂ કરવા જઇ રહી છે જે માટે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારના પ્રવાસીઓ અને વેપારીઓને હવાઇ મુસાફરી કરવા સરળતા થાય અને અમદાવાદ સુધી ધક્કો ન ખાવો પડે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક સંગઠનોએ રજુઆત કરી છે અને તેના કારણે રાજકોટને 11 ફલાઇટ ની મંજૂરી મળવા પામી છે.

રાજકોટ-મુંબઇ વચ્ચે વધુ એક ફલાઇટ શરૂ થવા જઇ રહી છે

આ સમય દરમિયાન મુખ્ય સમસ્યા એ છે કે આગામી 12 તારીખ થી રાજકોટ મુંબઇ વચ્ચે વધુ એક ફલાઇટ શરૂ થવા જઇ રહી છે જે ફલાઇટ આવતા દિવસ દરમિયાન 7 ફલાઇટ કાર્યરત થાય છે તો CISF સ્ટાફ દ્વારા તેની સુરક્ષા કરવા અગવડતા સર્જાઇ તેમ છે માટે તાત્કાલિક અસરથી CISF સ્ટાફ ની ભરતી કરવામાં આવે તો રાજકોટ એરપોર્ટ પર આવતી નવી ફલાઇટ અને સોનાના સૂરજને સુરક્ષા નું ગ્રહણ લાગતા અટકી શકે તેમજ મુસાફરો સારી રીતે મુસાફરી કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here