Wednesday, September 28, 2022
Homeગુજરાતરાજકોટ : મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીએ કર્યો આપઘાત

રાજકોટ : મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીએ કર્યો આપઘાત

- Advertisement -

સગીરાના અપહરણ કરવાના ગુનામાં પકડાયેલા અને બે માસથી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદી દિપક દિનેશભાઇ ચારોલીયા (ઉં.વ.19) આજે વહેલી સવારે જેલની અંદર બાથરૂમમાં જઇ ટુવાલ વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ગોંડલ રોડ પર લોહાનગર નજીકના વિસ્તારમાં રહેતી સગીરાને દિપક દિનેશભાઇ ચારોલીયા અપહરણ કરીને લઇ ગયો હતો. પોલીસે બનાવના બીજા દિવસે અમદાવાદમાં ઇસ્કોન ચોકડી નજીકથી દિપકને પકડી લીધો હતો તેમજ તરૂણીનો કબ્જો તેના પરિવારને સોંપ્યો હતો. અપહરણના ગુનામાં પકડાયેલા દિપક ચારોલીયાને 7 જુલાઈના રોજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

જેલમાં કેદીઓને સમયાંતરે પરિવારના સભ્યો સાથે મુલાકાતની મંજૂરી આપવામાં આવે છે એ મુજબ કેદી દિપકના કાકા કાળુભાઇ પત્ની સાથે આજે સવારે જેલ ખાતે ભત્રીજાને મળવા પહોંચ્યા હતા. ત્યારે દિપકે વહેલી સવારે બાથરૂમમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાની માહિતી આપી હતી. તેમજ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હોવાની માહિતી આપતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે, કેદીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટના રૈયા રોડ પર આવેલી અક્ષત હોસ્ટેલમાં રહી એચ.એન. શુક્લા કોલેજમાં બી.કોમના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી રિદ્વિ રાજેન્દ્રભાઈ જાખરીયા (ઉં.વ.19)એ બે દિવસ પહેલા એસિડ પી લેતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં તેનું સારવાર દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે મોત નીપજ્યું હતું. રિદ્ધિ એક ભાઈની એકની એક બહેન હતી. તેણીએ શા માટે આ પગલું ભરી લીધું તેનું કારણ જાણી શકાયું નથી. હાલ આ અંગે ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્સ્ટેબલ હંસરાજભાઈ ઝાપડા સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular