રાજકોટ : ઘરમાંથી ઢસડી જાહેરમાં સગીરાની એક તરફી પ્રેમીએ હત્યા કરી

0
10

જેતપુર તાલુકાના જેતલસર ગામે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તરૂણીને વારંવાર લગ્ન કરવા દબાણ કર્યું હતું અને તે વારંવાર ના પાડતી હતી. આથી જયેશ ગિરધરભાઈ સરવૈયા નામના શખ્સે ગઇકાલે મંગળવારે બપોરના સમયે માતા-પિતા મજૂરી અર્થે બહાર ગયા હોય ત્યારે યુવતીની ઘરે જઈ ભાઈ-બહેન એકલા હતા ત્યારે છરીના આડેધડ ઘા મારી હત્યા નીપજાવી હતી. આના વિરોધમાં આજે જેતલસર ગામે સ્વયંભૂ બંધ પાળ્યો છે. ગ્રામજનો એકત્ર થઇ આરોપીનું જાહેરમાં સરઘસ ન કાઢવામાં આવે અને કડકમાં કડક સજા ન કરવામાં આવે ત્યાં સુધી તરૂણીનો મૃતદેહ સ્વિકારવા ઇન્કાર કર્યો છે.

આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગ
ગઇકાલે ઘરની બહાર કાઢી જાહેરમાં સગીરાની હત્યા થતા આજે જેતલસર ગામે સ્વયંભૂ સવારથી જ દુકાનો બંધ રાખી ગ્રામજનોની બેઠક મળી હતી. જેમાં આરોપીની જાહેરમાં સરભરા કરી અને આકરામાં આકરી સજા કરવા માંગ કરી છે. સગીરાના નાના ભાઈ પર પણ છરીના પાંચ ઘા માર્યા હતા. આ ઘટનાને લઇ જેતલસર ગામનાં ગ્રામજનો એકઠા થયા છે અને આવાં અવારા તત્વો સામે આકરામા આકરા પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. બંધમાં સર્વ જ્ઞાતિના જોડાયા છે અને એકઠા થયા છે. ગામની અંદર આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગ કરાઇ છે.

ગ્રામજનો એકઠા થઇ આરોપીનું સરઘસ કાઢવા માંગ કરી.
ગ્રામજનો એકઠા થઇ આરોપીનું સરઘસ કાઢવા માંગ કરી.

ઘરમાંથી ઢસડીને બહાર લાવી તરૂણીની હત્યા કરી
હત્યાનો ભોગ બનેલી સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી (ઉં.વ.16) જેતપુર ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. આથી આરોપી વારંવાર તેની પાછળ જઈને તેને હેરાન પરેશાન કરતો હતો. તરૂણીએ તેને વારંવાર સમજાવ્યો પરંતુ જયેશ ટસનો મસ થયો ન હતો. મંગળવારે બપોરના યુવતીના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી અને શીતલબેન કિશોરભાઈ મજૂરી માટે ગયા હતા. ત્યારે જયેશે સૃષ્ટિને ઘરમાંથી બહાર ઢસડીને કાઢી હતી અને તું મારી સાથે લગ્ન કર તેવી જબરજસ્તી કરી હતી. આથી યુવતીએ વારંવાર ના પાડતા તેને ઢોર માર માર્યો હતો. આટલેથી ન અટકી જયેશે સાથે રાખેલી છરી કાઢીને યુવતીને અસંખ્ય ઘા માર્યા હતા. આથી તરૂણી લોહીના ખાબોચિયામાં ઢળી પડી હતી.

જેતલસરના તમામ વેપારીએ દુકાન બંધ કરી વિરોધમાં જોડાયા.
જેતલસરના તમામ વેપારીએ દુકાન બંધ કરી વિરોધમાં જોડાયા.

ભાઇ બચાવવા વચ્ચે પડતા આરોપી તેને પણ છરીના 5 ઘા ઝીંક્યા
આ જોઇ યુવતીનો ભાઈ હર્ષ બહેનને બચાવવા આડો પડ્યો હતો. ત્યારે આરોપીએ મોઢું જોયા વગર પાંચ છરીના ઘા તેને પણ ઝીંકી દીધા હતા. ઘટનાની જાણ થતાં યુવતીના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી પોતાની વાડીએથી ઘરે આવ્યા હતા અને પોલીસને જાણ કરી ત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્થળ પર દોડી આવી મૃતકની ડેડબોડીને પીએમ અર્થે જેતપુર સિવિલ બાદ એફ.એસ.એલ.પીએમ. માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

મૃતક સૃષ્ટીની ફાઇલ તસવીર.
મૃતક સૃષ્ટીની ફાઇલ તસવીર.

ભાઇને પાડોશીના ઘરમાં લઇ જવાતા બચી ગયો
આરોપી જયેશ જાણે માનસિક સ્થિતિ ગુમાવી ચૂકયો હોય તેમ આડોશ પાડોશના લોકો પર પણ હુમલો કરવાની તૈયારીમાં હતો. ત્યારે લોકોએ સમયસૂચકતા વાપરી યુવતીના ભાઇ હર્ષને પાડોશીના ઘરમાં સંઘરી દીધો હતો અને જોરદાર બૂમાબૂમ થઇ જતાં જયેશ સરવૈયા ત્યાંથી નાસી છૂટયો હતો. આરોપી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. ગુનાહિત પ્રવૃત્તિ વધતા તેના પિતાએ કંટાળીને તેને ઘરવટો આપ્યો હતો. થોડા સમય પૂર્વે યુવતીને છેડતા યુવતીના પિતાએ આરોપીના પિતા ગિરધર સરવૈયાને તેના પુત્રને સમજાવવા વાત કરી હતી. પરંતુ આરોપી કોઈના કહ્યામાં ન હોવાથી જૂની અદાવતનો ખાર રાખી યુવતીના પિતા તેના પિતાને ફરિયાદ કરવા ગયા તે બાબતનો ખાર રાખી ગુનાને અંજામ આપ્યો હતો.

પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી.
પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here