રાજકોટ : હોસ્પિટલમાં મેડિકલ સંચાલક અને મેડિકલ ઓફિસર પર દર્દીના સગાનો હુમલો

0
8

રાજકોટની હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ પર હુમલાની ઘટના વધી રહી છે. ત્યારે ગઇકાલે વધુ એક હોસ્પિટલમાં મેડિકલ સંચાલક અને મેડિકલ ઓફિસર પર દર્દીના સગાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં બે શખ્સ નશાની હાલતમાં હોસ્પિટલમાં આવ્યા હોવાની ચર્ચા થઇ રહી છે. બંને શખ્સ હોસ્પિટલમાં ઘૂસી હુમલો કરવા લાગે છે.

હુમલો કર્યા બાદ પાર્કિંગમાં પડેલા વાહનોમાં તોડફોડ કરી
રાજકોટના નાનામવા રોડ પર આવેલા રાજનગર ચોકમાં સાકેત હોસ્પિટલમાં દર્દીના સગા ઘૂસી મેડિકલ ઓફિસર અને મેડિકલ સંચાલક પર હુમલો કર્યો હતો. નિલદીપ અને હરકિશન સહિત 3થી 4 શખ્સ હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતા. બાદમાં માર મારવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. હુમલાખોરોએ મેડિકલ ઓફિસર અને મેડિકલ સંચાલકને માર માર્યા બાદ પાર્કિંગમાં પડેલા વાહનો જમીન પર પછાડી તોડફોડ કરી હતી.

ઘટના સીસીટીવીમાં કેદ થઈ.
ઘટના સીસીટીવીમાં કેદ થઈ.

હુમલાખોર નશાની હાલતમાં આવ્યાની ચર્ચા
નશાખોર શખ્સો નશાની હાલતમાં આવ્યા હોવાની ચર્ચા થઇ રહી છે. ઘટના બાદ રાજકોટના તબીબો એકઠા થયા હતા અને માલવિયાનગર પોલીસ સ્ટેશન પહોંચી આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સાકેત હોસ્પિટલના ડોક્ટર વિરલ ગાજીપરા સાથે થોડા દિવસ પહેલા હુમલાખોરના સ્વજન દાખલ કર્યા હતા ત્યારે મનદુઃખ થયું હતું. આથી ગત રાત્રે દર્દીના સ્વજનો દોડી આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. આ અંગે માલવિયાનગર પોલીસ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here