Wednesday, September 22, 2021
Homeરાજકોટ : 28 તો કોઈને 32 માર્ક આપી પાસ કરી દેવાયા હોવાનું...
Array

રાજકોટ : 28 તો કોઈને 32 માર્ક આપી પાસ કરી દેવાયા હોવાનું મસમોટું કૌભાંડ છતું થયું

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસમાં નાપાસ 3 છાત્રોને રિએસેસમેન્ટમાં પાસ કરી દેવાના કૌભાંડ જેવું જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ છતું થયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજી વખત હોમિયોપેથી ફેકલ્ટીનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં હોમિયોપેથીના પાંચ જેટલા નાપાસ વિદ્યાર્થીઓને રિ-એસેસમેન્ટમાં કોઈને 28 તો કોઈને 32 માર્ક આપી પાસ કરી દેવાયા હોવાનું મસમોટું કૌભાંડ છતું થયું છે.

સત્તાધીશોએ કૌભાંડ દબાવવાનો પ્રયત્ન કર્યો
રિ-એસેસમેન્ટમાં આટલા બધા માર્ક વધારી આપવાની સત્તા કોણે આપી, નિયમ વિરુદ્ધ કોણે માર્ક વધારી દીધા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં રિ-એસેસમેન્ટ દરમિયાન કોણે સેટિંગ કર્યું આ સમગ્ર મુદ્દે કુલપતિ તટસ્થ તપાસ કરાવે તો આ કૌભાંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને માર્ક વધુ આપીને પાસ કરાયાનું બહાર આવે તેમ છે. વધુ ગંભીર ગેરરીતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આચરવામાં આવી છે. જો કે યુનિવર્સિટીના સતાધીસોએ આ સમગ્ર કૌભાંડ દબાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને યુનિવર્સિટીના સત્તાધીસોએ પણ બાદમાં રિ-એસેસમેન્ટમાં માર્ક વધાર્યા હોવાનું સ્વીકાર્યું છે.

તટસ્થ તપાસ થાય તો સત્ય સામે આવે
હોમિયોપેથીના ચારથી પાંચ નાપાસ વિદ્યાર્થીઓને બે-પાંચ માર્ક નહીં પરંતુ 20થી 32 માર્ક વધારી પાસ કરી દેવાયા છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ કે પેપર ચેક કરનાર બંને માંથી કોણે આટલા બધા માર્ક વધારી આપ્યા તે અંગે કુલપતિ તટસ્થ તપાસ કરાવે તો હજુ ચોંકાવનારી બાબતો સામે આવી શકે છે.

ભૂલ ધ્યાને આવતા પરિણામ અટકાવ્યું
યુનિવર્સિટીમાં મેડિકલ-પેરા મેડિકલમાં જે રિ-એસેસમેન્ટ કડક રીતે થાય જ છે. પરંતુ હોમિયોપેથીમાં તાજેતરમાં કેટલાક વિદ્યાર્થીઓને રિ-એસેસમેન્ટમાં માર્ક વધુ અપાયા હોવાનું ધ્યાનમાં આવતા હાલ તેમનું પરિણામ અટકાવી દેવાયું છે. અને તેનું ફરીથી રિ-એસેસમેન્ટ કરવા પણ સૂચના આપી છે. > ડૉ. વિજય દેશાણી, ઉપકુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

20થી વધુ માર્ક વધે તો રી-એસેસમેન્ટનો નિયમ
યુનિ.માં મેડિકલ અને પેરા મેડિકલ ફેકલ્ટીમાં રિ-એસેસમેન્ટ માટેનો નિયમ એવો છે કે કોઈ વિદ્યાર્થી પ્રથમ વખત રિ-એસેસમેન્ટ કરાવે અને માર્ક 20 કે તેથી વધુ વધે તો ફરીથી રિ-એસેસમેન્ટ કરવું. પરંતુ તાજેતરના હોમિયોપેથીના વિદ્યાર્થીઓને પ્રથમ વખતના રિ-એસેસમેન્ટમાં જ 20થી લઈને 32 અને તેનાથી પણ વધુ માર્ક વધારી આપી પાસ કરી દઈને નિયમ ભંગ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments