Wednesday, September 29, 2021
Homeરાજકોટ : કાર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોત
Array

રાજકોટ : કાર-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોત

જામકંડોરણા દુધીવદર ગામ નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. દુધીવદર ગામ નજીક મોટરસાયકલ અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં મોટરસાયકલ ચાલક, એક મહીલા અને એક નાના બાળકનું મોત નીપજ્યું છે.

એક જ પરીવારના ત્રણ સભ્યોના મોતથી અરેરાટી મચી જવા પામી છે. અકસ્માતમાં કાર ચાલક કાર મુકીને ફરાર થયો તેવું સ્થાનિકોએ મૌખિક જણાવ્યું હતું. મૃતકો કોઈ વાડીના મજૂર હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. જામકંડોરણા પોલીસ દ્વારા અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments