રાજકોટ : ટોઈંગવાનમાં બેઠેલા અધિકારીની દાદાગીરી દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

0
9

રાજ્યભરમાં ટોઇંગવાનનો ત્રાસ અનેક વાર પ્રજાએ ભોગવવો પડે છે, ત્યારે રાજકોટમાં ટોઈંગવાનમાં બેઠેલા અધિકારીની દાદાગીરી દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ગોંડલ રોડ પર કોટક બેંક પાસે એક સ્થાનિક પાસેથી નો પાર્કિંગનો દંડ વસૂલ્યા બાદ તેને લાફો મારતા સ્થળ પર હાજર સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક નાગરિકે વીડિયો ઉતારી સોશિયલ મીડીયામાં વાઇરલ કર્યો છે. જેમાં દંડ ભરનાર વ્યક્તિએ ટોઇંગવાનના અધિકારીને કહ્યું કે તમને લાફો મારવાનો અધિકાર કોણે આપ્યો તો અધિકારીએ કહ્યું હતું કે, અમારી સાથે મગજમારી નહીં કરવાની.

તમને લાફો મારવાનો શું અધિકાર છે?- સ્થાનિક

વીડિયોમાંથી મળતી માહિતી અનુસાર ટોઈંગવાનમાં બેઠેલા અધિકારીએ દંડ વસૂલવાને બદલે ગાડી પાર્ક કરનાર વાહનચાલકને લાફો મારતા ઘટના સ્થળે હાજર લોકોએ સવાલ પૂછ્યા હતા કે સાહેબ તમને લાફો મારવાનો શું અધિકાર છે? તમને દંડ વસૂલવાનો અધિકાર છે, મારવાનો નથી? તમે આ રીતે પ્રજા સાથે અન્યાય કરી રહ્યા છો, તે અયોગ્ય છે.સ્થાનિકોએ અધિકારીની ગાડીનો દરવાજો પણ ખેંચીને ચેલેન્જ આપી હતી

સ્થાનિકોએ અધિકારીની ગાડીનો દરવાજો પણ ખેંચીને ચેલેન્જ આપી હતી

અમારી જોડે મગજમારી નહીં કરવાની- અધિકારી

સ્થાનિકોના રોષના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે, અમારી જોડે મગજમારી નહીં કરવાની, દંડ થશે અને દંડ ભરવાનો, અમને કંઈ પૂછવાનો તમને અધિકાર નથી. તેમના આ જવાબમાં સ્થાનિકો એટલા અકળાયા હતા કે અધિકારીની ગાડીનો દરવાજો પણ ખેંચીને ચેલેન્જ આપી હતી કે, તમારામાં હિમ્મત હોય તો ખોટી રીતે મારીને બતાવો. પ્રજાના આ રોષથી તુરંત અધિકારી ટોઇંગવાનમાંથી ટો કરેલા વાહનોનો દંડ વસૂલી ચાલતી પકડી હતી.

અમારી પાસે આવો વીડિયો પણ આવ્યો નથી- ACP

ઉલ્લેખનીય છે કે આ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર પ્રજા સાથે અન્યાય કરવામાં આવે છે ત્યારે આજે સોશિયલ મીડિયા વાઇરલ થયેલા આ વીડિયોએ રાજકોટમાં ચર્ચા જગાવી છે. આ અંગે નિવેદન આપતા રાજકોટના ACP બી.એ.ચાવડાએ જણાવ્યું હતું કે, હજુ અમારી પાસે આવી કોઈ વિગત આવી નથી અને વીડિયો પણ આવ્યો નથી. વધુ માહિતી મળતા અમે તપાસ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here