Wednesday, September 22, 2021
Homeરાજકોટ : લાઇનમાં ઉભું ન રહેવું પડે તે માટે યુવાન નકલી IPS...
Array

રાજકોટ : લાઇનમાં ઉભું ન રહેવું પડે તે માટે યુવાન નકલી IPS બની રોફ જમાવતો

રાજકોટ સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં આવેલા કોરોના કન્ટ્રોલ રૂમ ખાતે છેલ્લા ચારેક દિવસથી આવી સંકેત રાજકુમારભાઇ મહેતા નામનો યુવાન પોતે મહારાષ્ટ્ર કેડરના IPS અધિકારી છે તેવી ઓળખ આપી આઇકાર્ડ બતાવી સ્ટાફ પર રોફ જમાવતો હતો. પોતાના બનેવીના કાકાને કોરોના થયો હોય અને તે કોવિડ સેન્ટરમાં દાખલ હોવાથી તેના પર બરાબર ધ્યાન આપવા તબીબ સહિતના સ્ટાફને ભલામણ કરતો હતો. તબીબ સાથે ફોન પર વાત કરી સગાની તબિયત અંગે પણ પૂછપરછ કરતો હતો. ચારેક દિવસથી આવું થતું હોવાથી આ અંગે ક્રાઇમ બ્રાંચના PSI વી. જે. જાડેજાને બાતમી મળતાં ખરાઇ કરી તેને ઝડપી લેતાં તે IPS અધિકારી નહિ પરંતુ નેશ્લે કંપનીનો ન્યુટ્રીશિયન ઓફિસર હોવાનું ખુલતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

સંકેત કંટ્રોલ રૂમના સ્ટાફને ઓળખકાર્ડ બતાવતો હતો
સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં જે દર્દીઓ દાખલ હોય તેના સગા પોતાના દર્દી વિશે માહિતી મેળવી શકે તે હેતુથી ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં કોરોના કન્ટ્રોલ રૂમ એક વર્ષથી કાર્યરત કરવામાં આવ્યો છે. હાલમાં કોરોના મહામારીએ ફરી માથુ ઉંચક્યું હોવાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્વજનો મોટી સંખ્યામાં આવે છે. કોઇ લેભાગુઓ ગેરલાભ ન ઉઠાવે તેમજ કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સિવિલ હોસ્પિટલ તથા આસપાસ ખાસ વોચ રાખવા સુચના આપી હતી. એ દરમિયાન PSI વી. જે. જાડેજાને બાતમી મળી હતી કે કોરના કન્ટ્રોલ રૂમ ખાતે એક 23-24 વર્ષનો યુવાન આવે છે અને પોતે IPS અધિકારી હોવાની ઓળખ આપે છે તેમજ આઇકાર્ડ પણ બતાવે છે.

નકલી કાર્ડ બતાવી રોફ જમાવતો હતો.
નકલી કાર્ડ બતાવી રોફ જમાવતો હતો.

કન્ટ્રોલ રૂમમાં આવે ત્યારે સાચા IPS સમજી બેસવા ખુરશી અપાતી
સંકેતે પોતે IPS હોવાનું કહી આઇકાર્ડ પણ બતાવ્યું હોવાથી કોરોના કન્ટ્રોલ રૂમમાં જે કોઇ પણ સ્ટાફ ફરજ પર હોય હોદ્દાને માન આપી સંકેત આવે ત્યારે તેને ખુરશી પણ બેસવા આપતો હતો. સંકેત પણ પોતાનું પાનુ ચાલી ગયું તેમ સમજી પછી તો ડોક્ટર સહિતને ઘરે બેઠા ફોન કરીને પણ પોતાના સગાના ખબર પૂછતો હતો અને તેનું બરાબર ધ્યાન રાખવા, સારામાં સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા ભલામણો પણ કરતો હતો.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તેવું કાર્ડમાં લખાણ.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ તેવું કાર્ડમાં લખાણ.

કાર્ડ 1 સપ્ટેમ્બર 2020ના રોજ ઇશ્યુ થયાનું લખ્યું છે
સંકેતે બનાવેલા કાર્ડમાં ઇન્ડિયન પોલીસ સર્વિસ એન્ડ ટ્રેનિંગ, મિનીસ્ટ્રી ઓફ પર્સનલ પી જી એન્ડ પેન્શન્સ એવા હોદ્દા લખેલા છે. આ કાર્ડ 1 સપ્ટેમ્બર 2020ના રોજ ઇશ્યુ થયાની અને ઓગષ્ટ 2022 સુધી વેલિડ હોવાનું પણ કાર્ડમાં લખેલું છે. સંકેતે 2019માં GPSCની પરીક્ષા પણ આપી હતી. પરંતુ સફળતા મળી નહોતી. હાલ જામનગર નેશ્લે કંપનીમાં ન્યુટ્રીશીયન ઓફિસર તરીકે નોકરી કરે છે. કાર્ડમાં ઇન્ડિયન પોલીસ સર્વિસ-ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગનો હોદ્દો લખેલો છે. ચૌધરી હાઇસ્કૂલ ખાતેના કોવિડ કન્ટ્રોલ રૂમમાં છેલ્લા ચારેક દિવસથી આવીને IPS અધિકારી તરીકે ઓળખ આપી આઇકાર્ડ બતાવતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments