રાજકોટ : કિન્નરોએ મહિલાના વસ્ત્રો પહેરેલા એક ટ્રાન્સજેન્ડરનું અપહરણ કરી ઢોર માર માર્યા બાદ, તેના ગુપ્તભાગનો વિડિયો સોશિયલ મિડીયામાં કર્યેા વાઇરલ

0
9
  • ટ્રાન્સજેન્ડર પાયલના વાળ પણ કાપી નાંખવામાં આવ્યા હતા
  • સોશિયલ મીડિયામાં #justiceforpayal ના હેશટેગસાથે ઝુંબેશ શરૂ
  • સાયબર ક્રાઇમમાં આ મુદ્દે અરજી દાખલ

રાજકોટ શહેરમાં નાની નાની બાબતોમાં કોઈનું અપહરણ કરવું કે માર મારવો સામાન્ય બાબત થઇ ગઈ છે પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. રજકોટમાં રહેતી પાયલ નામની ટ્રાન્સવુમન પર શહેરમાં રહેતા કેટલાક કિન્નરોએ નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે તેને જાહેરમાં નગ્ન કરી તેના ગુપ્તભાગનો વિડિયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો છે. ટ્રાન્સજેન્ડરનો આ વિડીયો વાયરલ કરવાના પગલે પાયલે સાયબર ક્રાઇમમાં પણ અરજી કરી હોવાનું પણ જાણવા મળે છે

અપશબ્દો કહીને તેનો વિડીયો ઉતારી, વાયરલ કર્યો હતો
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી પાયલ નામની ટ્રાન્સવુમન પર લોધાવડ ચોક પાસે યુવતીના વસ્ત્રો પહેરીને ઉભી હતી ત્યારે શહેરમાં રહેતા કેટલાક કિન્નરોએ તેના પર નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે પાયલનું અપહરણ કર્યું હતું. પાયલને ગોંધી રાખી બેરહેમીથી ઢોરમાર માર્યો હતો, આટલેથી ન અટકયું હોય તેમ આ ટ્રાન્સવુમનને કિન્નરો દ્વારાજાહેરમાં અર્ધ નગ્ન કરવામાં આવી હતી અને તેને અપશબ્દો કહીને તેનો વિડીયો ઉતારી,વાયરલ કર્યો હતો

અમુક કિન્નરો દ્રારા તેનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો
પાયલે આ અંગે જણાવ્યું હતું કે, તેના આ મિશન દરમિયાન કિન્નરના એક જૂથમાંથી એક ગે તેની સોસાયટીમાં ભર્યેા હોવાથી, આ વાત કિન્નર જૂથને ગળે ન ઊતરતાં તેનો ખાર રાખી ને ગત સોમવારે તારીખે ૧૫ના રોજ પાયલ તેના ઘરે પહોંચી ત્યારે કિન્નરો દ્રારા તેનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેને મવડી રોડ પર આવેલ એક ટી સ્ટોલ પાસે લઈ જવામાં આવી હતી તથા તેની સાથે રહેતી ટ્રાન્સવુમનનો વિડીયો બનાવ્યા બાદ પાયલને ગોંડલ રોડ પર આવેલ સૂર્યકાંત હોટલ નજીક લઈ જવામાં આવી હતી, ત્યાં આ કિન્નરના જુથે પાયલનો અર્ધનગ્ન વિડીયો બનાવીને કિન્નરના ગ્રુપમાં વાયરલ કર્યેા છે. જે અત્યારે સમગ્ર દેશમાં વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં #justiceforpayal ના હેશટેગસાથે ઝુંબેશ શરૂ
આ બનાવના સમયે પાયલના વાળ પણ કાપી નાંખવામાં આવ્યા હતા અને તેને ફરીથી લીમડાચોક ખાતે લઇ જવાઇ હતી અને આ કિન્નરોએ પોલીસને બોલાવીને પાયલને સોંપી હોવાનું તેણે જણાવ્યું હતું ત્યારબાદ તેને એ ડિવિઝન પોલીસ ખાતે લઇ જવાઇ હતી. આ ઘટના બાદ ડરી ગયેલી પાયલ હાલમાં તેના ઘરમાંથી બહાર પણ નીકળતી નથી. આ ઘટના બાદ પાયલને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં #justiceforpayal ના હેશટેગસાથે જોર જોરથી ઝુંબેશ શરૂ થઇ છે.

પાયલ ભરતનાટમમાં પણ પારંગત થઈ છે.
સુરેન્દ્રનગર પંથકમાં શ્રમિક પરિવારમાં જન્મેલ મેહુલને દસ વરસ ની ઉંમરે ધ્યાનમાં આવ્યું કે તે જન્મથી દીકરો છે પરંતુ શરીરનું બંધારણ મહિલા જેવું છે અને તેના વાણી–વર્તન યુવતી જેવા હતા. ગરીબ પરિવારમાં જન્મેલ હોવા છતાં અભ્યાસમાં તેજસ્વી એવો મેહુલ હોસ્ટેલમાં અભ્યાસ કરતો હતો. તે જે હોવાના લીધે પરિવારજનોએ ઘરેથી કાઢી મૂકયો હતો. આથી મેહુલ એ ટ્રાન્સવુમન બનવાનું નક્કી કયુ, દસ વર્ષની ઉંમરે મેહુલમાંથી પાયલ બનેલી આ ટ્રાન્સવુમન સંઘર્ષ કરીને સિવિલ એન્જિનિયરિંગ સુધી પહોંચી છે. તે ફાઇન આર્ટસની સ્ટુડન્ટ રહી ચૂકી છે. ચિત્રકલા સારી રીતે જાણતી હોવાથી તેને ચિત્રનગરી સાથે પણ જોડાયેલી છે અને અત્યાર સુધીમાં તેણે ઘણા ચિત્રો પણ ચિત્રિત કર્યા છે. આ ઉપરાંત તે ભરતનાટમમાં પણ પારંગત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here