Saturday, September 18, 2021
Homeરાજકોટ : ક્લિનિકના ઉદઘાટનની કેક કાપ્યા બાદ યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગી...
Array

રાજકોટ : ક્લિનિકના ઉદઘાટનની કેક કાપ્યા બાદ યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગી ટૂંકાવી

રાજકોટના ગોંડલ રોડ પર આવેલી પી.ડી. માલવીયા કોલેજ સામે રેલવે ટ્રેક પર બપોરના સમયે ટ્રેન નીચે ઝંપલાવી વિશાલ કાકલુદે નામના યુવાને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જેમાં બનાવની જાણ થતા રેલવે પોલીસ તેમજ માલવીયાનગર પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતક યુવાનની ઓળખ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનના ભાઇ હોમિયોપેથિક ડોક્ટર છે અને આજે સવારે તેના ક્લિનિકનું ઓપનિંગ હતું. જેમાં યુવાન કેક કટિંગ કર્યા બાદ બાઇક લઇ નીકળી ગયો હતો અને ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગી ટૂંકાવી લીધી હતી. ડોક્ટર ભાઇ તેના ભાઇના મૃતદેહ પર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

સવારે ભાઇ સાથે હસતા ચહેરે કેક કાપી અને બપોરે ડોક્ટર ભાઇ નાનાભાઇના મૃતદેહ પર ચોધાર આંસુએ રડ્યો (સર્કલમાં મૃતક). - Divya Bhaskar

મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ખીડિયારનગર વિસ્તારમાં રહેતા વિશાલ શિવાભાઇ કાકુલદે (ઉં.વ.22) આજે બપોરના સમયે ગોંડલ રોડ પર આવેલી પી.ડી. માલવીયા કોલેજ સામે રેલવે ટ્રેક પર ટ્રેન આડે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ તેમજ માલવીયાનગર પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી યુવાનની ઓળખ મેળવી તેના પરિવારને જાણ કરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રેલવે પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો.
રેલવે પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો.

પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફરેવાયો
ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાનનો ભાઇ હોમિયોપેથી ડોક્ટર છે અને આજ સવારના સમયે જ તેના ક્લિનિકનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે પરિવાર સાથે કેક કટિંગ કરી હતી. બાદમાં યુવાન પોતાનું મોટર સાઇકલ લઇ નીકળ્યો હતો અને બાદમાં ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. ત્યારે કપડાની દુકાન ચલાવતા યુવાને ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લોકોના ટોળા એકત્ર થઇ ગયા.
લોકોના ટોળા એકત્ર થઇ ગયા.

3 દિવસ પહેલા વાંકાનેરના વરડુસરમાં પ્રેમીયુગલે આપઘાત કર્યો હતો
3 દિવસ પહેલા વાંકાનેરના વરડુસર ગામની સીમમાં ઝાડ સાથે લટકતા પ્રેમીયુગલના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ભીમગુડાના પરિણીત યુવક માનસિંગ અને ભીમગુડાની જ યુવતી શિલ્પા 12 દિવસ પૂર્વે પોતાનું ઘર છોડીને નાસી ગઇ હતી. અંતે બંનેએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. વરડુસરની ગામની સીમમાં તળાવ પાસે આવેલા ઝાડમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં એક યુવક અને યુવતી લટકતા જોવા મળ્યા હતા. આ ઘટનાની પળવારમાં જ વાત ફેલાય જતાં ગ્રામજનો તળાવ કાંઠે એકઠા થઇ ગયા હતા અને જાણ કરાતા વાંકાનેર તાલુકા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે બંનેના મૃતદેહ નીચે ઉતારી તપાસ શરૂ કરી હતી.

રેલવે પોલીસે તપાસ હાથ ધરી.
રેલવે પોલીસે તપાસ હાથ ધરી.

માનસીંગ પરિણીત હતો અને સંતાનમાં એક પુત્ર છે
માનસીંગ પરિણીત હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે, જ્યારે શિલ્પા કુંવારી હતી, બંને એક જ સમાજના હોય કોઇ પ્રસંગમાં બંનેનો પરિચય થયા બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો, અને 15 દિવસ પહેલા માનસીંગ તથા શિલ્પા પોત પોતાના ઘરેથી નીકળી ગયા હતા, 15 દિવસ સુધી બંને સાથે ફરતા રહ્યા હતા, અંતે સમાજ પોતાના સંબંધ સ્વીકારશે નહીં તેવા ભયથી બંનેએ વરડુસરની સીમમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments