રાજકોટ : ગાંધીજીની હત્યા બાદ સંઘના આગેવાનોને જેલમાં પુર્યા, કાર્યાલય નહીં માંડવા બાંધી જનસંઘની સ્થાપના થઇ

0
7

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં 6 મહાનગરપાલિકામાં ભાજપે બહુમતિ મેળવી જીત હાંસલ કરી છે. ત્યારે જનસંઘને યાદ એટલા માટે કરવું પડે કે ભારતીય જનતા પાર્ટીને તારનાર બીજુ કોઇ નહીં પરંતુ જનસંઘ છે. ગાંધીજીની હત્યા થયા બાદ ગુજરાતમાં સંઘના આગેવાનોને જેલમાં પુરી દીધા હતા. બાદમાં 1952માં રાજકોટમાં કાર્યાલય નહીં પરંતુ મોટી ટાંકી ચોકમાં એક ડેલામાં માંડવા બાંધી ચીમનભાઇ શુક્લએ જનસંઘની સ્થાપના કરી હતી. સંઘમાં પાયાના પથ્થરમાં સૌરાષ્ટ્રનો મોટો ફાળો છે. રાજકોટના ચિમનભાઇ શુક્લ, અરવિંદભાઇ મણિયાર, વજુભાઇ વાળા કે પછી વિજયભાઇ રૂપાણી તમામ લોકો સંઘને વરેલા છે. જેમાંથી ચિમનભાઇ, અરવિંદભાઇ, પ્રવીણકાકાનું નિધન થઇ ગયું છે છતાં આજે લોકો તેને એટલા જ યાદ કરે છે.

મુખ્યમંત્રીએ ચિમનભાઇ શુક્લને યાદ કર્યા

રાજકોટ મનપામાં ભાજપે સત્તા હાંસલ કરી છે. ત્યારે ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકોટમાં લોકો આભાર માનવા માટે સભા યોજાઇ હતી. આ સભામાં વિજય રૂપાણીએ જનસંઘના પાયાના પથ્થર એવા ચિમનભાઇ શુક્લને યાદ કર્યા હતા. ચિમનભાઇ શુક્લના મોટા પુત્ર કશ્યપ શુક્લ પણ રાજકોટ મનપામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે ત્યારે હવે તેમના નાના પુત્ર નેહલ શુક્લ કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવ્યા છે.

જન સંઘના પાયાના પથ્થર ચિમનકાકા અને કાર્યકરો.

જન સંઘના પાયાના પથ્થર ચિમનકાકા અને કાર્યકરો.

ચિમનભાઇ શુક્લ કાકાના નામથી જાણિતા હતા

સંઘના પાયાના પથ્થર ચિમનભાઇ શુક્લ હતા. ચિમનભાઇના પુત્ર કશ્યપ શુક્લ હાલ ભાજપમાં સક્રિય છે. તેમના જણાવ્યા પ્રમાણે જે તે સમયે પક્ષ પલ્ટો કરતા લોકો સામે ચિમનકાકાએ રાજકોટમાં ઉપવાસ આંદોલન ચલાવ્યા હતા. જેને લઇ વોર્ડની ફરી ચૂંટણી યોજાઇ હતી અને તેમાં જીત થઇ હતી. પક્ષ પલ્ટો કરનાર સામે પ્રથમ વખત ઉપવાસ કર્યા બાદ આમા કાયદો પણ આવ્યો હતો.

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથે ચિમનકાકા.

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથે ચિમનકાકા.

1967માં જનસંઘના પ્રથમ ધારાસભ્ય ચિમનકાકા હતા

1952માં જનસંઘની શરૂઆત સૌપ્રથમ રાજકોટમાં થઇ અને 1967માં જનસંઘના પ્રથમ ધારાસભ્ય ચિમનકાકા હતા અને જ્યાંથી મોદી ધારાસભ્ય બન્યા હતા અને રૂપાણી મુખ્યમંત્રી બન્યા તે રાજકોટ વિધાનસભા 69ની સીટ પરથી જ ચિમનકાકા જનસંઘના ધારાસભ્ય બન્યા હતા. આ સિવાય ચિમનકાકાએ અનેક ચળવળો અને આંદોલન કરી જનસંઘનો વ્યાપ વધાર્યો અને ત્યારબાદ કેશુભાઇ પટેલ સહિતના આગેવાનો તેમાં જોડાયા. જે તે સમયે રાજકારણને લઇ તેનો કોર્સ કરવા ચિમન કાકા નાગપુર ગયા હતા ત્યાં અટલ બિહારી બાજપાયી તેના ક્લાસમેટ હતા.

રાજકોટમાં યોજાયેલી સભામાં સંબોધન કરતા નરેન્દ્ર મોદી અને સ્ટેજ પર ચિમનકાકા નજરે પડે છે.

રાજકોટમાં યોજાયેલી સભામાં સંબોધન કરતા નરેન્દ્ર મોદી અને સ્ટેજ પર ચિમનકાકા નજરે પડે છે.

પ્રવીણ કાકા 60 વર્ષથી RSSમાં કાર્યરત હતા

પ્રવીણભાઈ મણિયાર વ્યવસાયે એડવોકેટ હતા તેમના પિતા રતિલાલ અભેચંદ મણિયાર રાજકોટના પ્રથમ મેયર અરવિંદભાઈ મણિયારના નાના ભાઈ હતા. પ્રવીણભાઈ મણિયાર વર્ષોથી કાકાના હુલામણા નામથી ઓળખાતા હતા. તેઓએ 1953-54માં RSSમાં જોડાયને દેશ સેવાની પ્રવૃત્તી શરૂ કરી હતી. તેઓ સંઘમાં પ્રાંત કાર્યવાહ અને પશ્ચિમ ક્ષેત્રના સંપર્ક પ્રમુખની વર્ષો સુધી જવાબદારી સંભાળી હતી. રાજકોટમાંથી દર જન્માષ્ટમીએ નીકળતી શોભાયાત્રા 1986થી પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ નીકળતી હતી. 30 વર્ષ સુધી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય રહ્યા હતા. 1993-94માં રાજકોટને મેડિકલ કોલેજ મળે તે માટે આંદોલન શરૂ થયું હતું અને સર્વપક્ષીય કમિટી રચાઈ હતી તેના તેઓ કન્વીનર હતા. 1994માં વીવીપી એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના થઈ ત્યારે તેઓ ચેરમેન હતા.

લાલકૃષ્ણ અડવાણી સાથે ચિમનકાકા.

લાલકૃષ્ણ અડવાણી સાથે ચિમનકાકા.

કેશુભાઇની સરકાર રચવામાં ચાવીરૂપ ભૂમિકા હતી

RSSને સમર્પિત પ્રવીણકાકાને અટલ બિહારી બાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલીમનોહર જોષી સહિત ટોચના નેતાઓ સાથે નિકટના સંબંધ હતા. હાલના મુખ્ય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીથી લઇ અસંખ્ય કાર્યકરો, સ્વયં સેવકોને પ્રવીણકાકાએ તૈયાર કર્યા છે. શંકરસિંહ વાઘેલાના(રાજપા)સમયે હજુરિયા-ખજુરિયાનો જે બળવો થયો હતો તે સમયે સંઘના નેતા હોવાના કારણે રાજકોટ ભાજપનો સંપૂર્ણ કમાન્ડ તેમના હાથમાં હતો. તે સમયે રાજપાના કાર્યકરોએ તેમના ઘર પાસે ધરણાં પણ કર્યા હતા.

લાલકૃષ્ણ અડવાણી, ચિમનકાકા, વજુભાઇ વાળા સાથે જનસંઘના કાર્યકરો.

લાલકૃષ્ણ અડવાણી, ચિમનકાકા, વજુભાઇ વાળા સાથે જનસંઘના કાર્યકરો.

ભાજપમાં આંતરિક અસંતોષ સમયે ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના થઇ

19 વર્ષ પહેલાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના બાદ તે રાજકીય પ્રવાહથી દૂર રહ્યા હતા, પરંતુ ભાજપમાં આંતરિક અસંતોષ સમયે ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના થઇ ત્યારે કેશુભાઇ પટેલ સાથેના સંબંધોને લઇને તેમની સાથે રહ્યા હતા. વિરોધ પક્ષના આગેવાનો સાથે પણ તેમના સંબંધો છેવટ સુધી જળવાયેલા રહ્યા હતા. પ્રવીણકાકા, મનસુખભાઇ જોષી, સ્વ.લાભુભાઇ ત્રિવેદી, સી.એલ.સંઘવી, ડો.પી.વી.દોશી રોજ રાતે સદર બજારમાં સત્ય વિજય પટેલ આઇસક્રીમના ઓટલે વર્ષો સુધી નિયમિત ભેગા થતા હતા, અનેક રાજકીય ચર્ચા અને નિવેડા માટે ઓટલો એ.પી.સેન્ટર બની રહ્યો હતો.

ચિમનકાકા જનસંઘના પાયાના પથ્થર ગણાતા.

ચિમનકાકા જનસંઘના પાયાના પથ્થર ગણાતા.

વજુભાઇ વાળા વિદ્યાર્થીકાળથી જ સંઘ સાથે જોડાયેલા છે

વજુભાઇ વાળા તેમના વિદ્યાર્થીકાળથી સંઘ સાથે જોડાયેલા છે. ત્‍યારબાદ સહકારી ક્ષેત્રે તેમણે 1971થી 1990 સુધી નેતાગીરી સંભાળી હતી. કટોકટીના સમયે 1975માં તેમણે 11 માસની જેલ પણ ભોગવી હતી. 1975માં જ તેઓએ રાજકોટના કોર્પોરેટર તરીકે ચૂંટાઇને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે પછી તેઓ મેયર પણ બન્‍યા હતા. 1985થી 2012 સુધી તેઓ સતત ધારાસભ્‍ય પદે ચુંટાઇ આવ્‍યા છે. 1990માં તેઓ શહેરી વિકાસ પ્રધાન બન્‍યા બાદ 2012 સુધી કેબિનેટ પ્રધાન તરીકે નાણા, ઉર્જા અને મહેસુલ જેવા વિભાગો સંભાળ્‍યા હતા. 8 વખત તેમણે નાણા પ્રધાનનું પદ પણ સંભાળ્‍યુ હતુ. વજુભાઇ 1996થી 1998 અને વર્ષ 2005થી 2006 સુધી ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ પણ રહી ચૂક્યા છે. હાલ કર્ણાટક રાજ્યના ગર્વનર છે.

શંકરસિંહ વાઘેલા જનસંઘમાં જોડાયા તે સમયની તસવીર.

શંકરસિંહ વાઘેલા જનસંઘમાં જોડાયા તે સમયની તસવીર.

વિજય રૂપાણી વિદ્યાર્થી કાળથી જ સંઘ સાથે જોડાયેલા હતા

વિજયભાઇ 1988થી 1995ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યાં છે. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં છે. છેલ્લે વજુભાઇ વાળા રાજકોટ 69ની બેઠક પર જીતતા આવ્યા છે અને મોદી સૌ પ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા તે સીટ પર વિજયભાઇ ધારાસભા લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો. જેમા તેની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગનો સમાવેશ થયો હતો. બાદમાં ગુજરાત પ્રદેસ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. હાલ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચિમનકાકા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચિમનકાકા.

ગુજરાતમાં ચિમનભાઇએ 1952માં રાજકોટમાં જનસંઘની સ્થાપના કરી

ચીમનભાઇ શુક્લના પુત્ર કશ્યપભાઇ શુક્લએ જણાવ્યું હતું કે, 1948માં ગાંધીજીની હત્યા થયા બાદ જનસંઘના આગેવાનોને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. આથી સંઘ પરિવારે વિચાર કર્યો કે આપણી એક રાજકીય પાર્ટી હોવા જોઇએ. આ કલ્પનાથી ગુજરાતની અંદર ચિમનભાઇ શુક્લ, નાથાભાઇ, વસંતરાવ સહિત પાંચ આગેવાને 1952ની અંદર જનસંઘની સ્થાપના કરી હતી.

જનસંઘ વટવૃક્ષ બની અને ભાજપને તારી.

જનસંઘ વટવૃક્ષ બની અને ભાજપને તારી.

ચિમનભાઇએ વજુભાઇ વાળા, કેશુભાઇને તૈયાર કર્યા હતા

કશ્યપ શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં મોટી ટાંકી ચોકની અંદર ડેલામાં માંડવા નાંખી 11 લોકોએ જનસંઘની સ્થાપના કરી હતી. ચિમનભાઇ શુક્લની સુઝબૂઝથી કેશુભાઇ પટેલ, અરવિંદભાઇ મણિયાર, વજુભાઇ વાળાને તૈયાર કર્યા હતા. આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક-એક કાર્યકરની સ્થાપના થઇ અને કેશુભાઇ અને ચિમનભાઇએ પોતાના તન, મન, ધનથી સેવાઓ આપી. શંકરસિંહ વાઘેલાનું જનસંઘમાં આવવાનું થયું ત્યારે ક્ષત્રિય અને પટેલનું કોમ્બીનેશન કરવાની વાત આવી હતી. ત્યારે શંકરસિંહ એક મહિનો જનસંઘના કાર્યાલયે રોકાયા હતા. આમ એક પછી એક કાર્યકર તૈયાર થતા ગયા અને આખી પાર્ટી મજબૂત બની ગઇ. સંઘ પરિવારનું ગુજરાતમાં રાજકોટ એપી સેન્ટર હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here