રાજકોટ: ગોંડલ બાદ કોટડા સાંગાણીના પડવલા ગામની સીમમાં 3 સિંહોએ અડિંગો જમાવ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

0
7

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ત્રણ સિંહોએ ધામા નાખ્યા છે. જસદણના વીરનગર, હલેન્ડા બાદ રાજકોટના ત્રંબા ગામે ત્રણ સિંહો આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય સિંહોએ કોટડાસાંગાણી પંથકમાં ધામા નાખ્યા છે. ગત રાતે કોટડાસાંગાણીના પડવલા ગામની સીમમાં સિંહ ત્રિપુટીએ ધામા નાખ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

વનવિભાગ સિંહો પર સતત નજર રાખી રહ્યું છે

આ સિંહ ત્રિપુટીએ અત્યાર સુધીમાં 20થી વધુ પશુનું મારણ કર્યું છે. છેલ્લા એક મહિનાથી સિંહો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કરતા જોવા મળી રહ્યાં છે. રાજકોટ જિલ્લામાં સિંહ આવ્યા હોવાની માહિતીથી છેલ્લા એક માસથી વનવિભાગ સતત નજર રાખી રહ્યું છે. અત્યાર સુધી સિંહો રાજકોટ, ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકાના હદ વિસ્તારમાં અલગ અલગ ગામોમાં જોવા મળી રહ્યાં છે

સિંહોના આગમનથી ખેડૂતોમાં ભયનો માહોલ

​​​​​​​કોટડાસાંગાણી તાલુકાના રાજપરા, નારણકા સહિતના ગામોમા સિંહોએ લાંબા સમયથી ધામા નાખ્યા હતા. ભાયાસર, પડવલા અને છેક શાપર-વેરાવળ સુધી પણ મારણ કરી મિજબાની માણી ચૂક્યા છે. ત્યારે મોડી રાત્રિના સમયે સાવજો પડવલા ગામની સીમમાં જોવા મળ્યા હતા તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સિંહોના આગમનથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here