Thursday, March 28, 2024
HomeUncategorizedરાજકોટ : ભાજપની નવી ટીમ સામે કોંગ્રેસના 70 માથા મેદાને, 10થી વધુ...

રાજકોટ : ભાજપની નવી ટીમ સામે કોંગ્રેસના 70 માથા મેદાને, 10થી વધુ ભણેલા 53 ઉમેદવાર

- Advertisement -

રાજકોટમાં મનપાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર થયાં બાદ બરાબર રીતે ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે વાત કરવામાં આવે કોંગ્રેસની તો ભાજપની નવી ટીમ સામે કોંગ્રેસના 70 માથા મેદાનમાં ઉતર્યા છે. આ 70 ઉમેદવોરમાંથી 53 ઉમેદવારો 10થી વધુ ભણેલા છે. જ્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા એક મહિલાને પણ ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ મેયર, બે પૂર્વ ડે.મેયર, પૂર્વ વિપક્ષી નેતાઓ સહિતના ઉમેદવારોની આગેવાનીમાં જ આ ચૂંટણી લડવામાં આવશે.

કોંગ્રેસમાં 23 કોર્પોરેટરને આ વખતે રિપીટ કરાયા

કોંગ્રેસે જાહેર કરલા ઉમેદવારોમાં 23 કોર્પોરેટર રિપીટ છે. ભાજપમાંથી આવેલા એક મહિલાને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે. યુવા વર્ગની વાત કરીએ તો જ્યારે 26-26 વર્ષના બે, 30 વર્ષથી ઓછી ઉંમરના છ ઉમેદવાર ચૂંટણી લડે છે. 30થી 40 વર્ષ વચ્ચેના 19 અને 40 થી 50 વર્ષ વચ્ચેના 20 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. 50થી 60 વર્ષ વચ્ચેના વયસ્ક અને વડીલ ઉમેદવારોની સંખ્યા પણ 21 છે. મોટા ભાગના કોર્પોરેટરને ફરી ટિકિટ અપાય છે અને જેઓને ટિકિટ મળી નથી તેઓ અનામત ફેક્ટરના કારણે પણ કપાયા છે.

યુવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા.

યુવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા.

કોંગ્રેસે યુવા ઉમેદવારોની મોટી ટીમ મેદાનમાં ઉતારી

કોર્પોરેશનની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાશે. તે પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે પોતાની નવી ગાઇડલાઇન મુજબ ઉમેદવારોની પસંદગી કરી છે. તો સામે કોંગ્રેસે પોતાના પક્ષના પૂર્વ પદાધિકારીઓ સહિતના મોટા માથાઓને જંગમાં ઉતાર્યા છે. જાણે વિપક્ષને આ વખતે સત્તા દેખાતી હોય તે રીતે પક્ષની ટિકિટ માટે છેલ્લે સુધી પડાપડી ચાલી હતી. એકંદરે શિક્ષણ, ઉંમર, રિપીટ કોર્પોરેટરોના માપદંડમાં કોંગ્રેસ પાછળ દેખાતી નથી. કોંગ્રેસે પણ યુવા ઉમેદવારોની મોટી ટીમ પસંદ કરી છે. તો અનુભવીઓને પણ ટીમમાં આગળ રાખ્યા છે.
https://norgerx.com/cialis-super-active-norge.html

વિરોધ પક્ષે ગત 2015ની ચૂંટણીમાં 34 બેઠક જીતી હતી અને સત્તાથી માત્ર એક વોર્ડનું અંતર રહ્યું હતું. આ વખતે કોંગ્રેસે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી ઉમેદવારોની ખેંચાખેચીનો સામનો કર્યો હતો.

અશોક ડાંગર કોંગ્રેસના પ્રથમ મેયર બન્યા હતા

આ ચૂંટણી કોંગ્રેસ પૂર્વ મેયર અને કોંગ્રેસના લડાયક પ્રમુખ અશોક ડાંગરની આગેવાનીમાં 19 વોર્ડમાં લડી રહી છે. ઇતિહાસમાં પહેલીવાર જ્યારે કોર્પોરેશનમાં કોંગ્રેસની સત્તા આવી ત્યારે અશોક ડાંગર કોંગ્રેસના પ્રથમ મેયર બન્યા હતા. આ વખતે તેઓ વોર્ડ નં.17માંથી ચૂંટણી લડી રહ્યાં છે. તેઓએ બીકોમ, એલએલબી સુધીનો અભ્યાસ કરેલો છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પણ આ વખતે ચૂંટણી લડી રહ્યાં છે

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પણ આ વખતે ચૂંટણી લડી રહ્યાં છે

જાણો ક્યાં ઉમેદવારો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે?

કોંગ્રેસના ઉમેદવારોમાં એક ડોક્ટર છે. તો LLB, B.ed, MSW, PHD, BBA, PG કોર્સ કરેલા ઉમેદવારો પણ છે. તો PGVCLમાં અગાઉ ઇજનેર તરીકે ફરજ બજાવતા સુરેશ બથવાર વોર્ડ નં.11માંથી ચૂંટણી લડે છે. ગત ટર્મના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા તેમના જ વોર્ડ નં.15માંથી ચૂંટણી લડે છે અને LLBનો અભ્યાસ કરેલો છે. અન્ય પૂર્વ વિપક્ષી નેતાઓ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે અને વકીલાતનો અભ્યાસ કર્યો છે. 108 જેવા કોંગ્રેસના દોડતા કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણી આ વખતે વોર્ડ નં.2માંથી ચૂંટણી લડે છે. આ સિવાય બે પૂર્વ ડે.મેયર મોહનભાઇ સોજીત્રા અને ભરતભાઇ મકવાણા વોર્ડ નં.6માંથી ચૂંટણી લડે છે. આ રીતે કોંગ્રેસે માથાઓ મેદાનમાં ઉતાર્યા છે.

વોર્ડ નં.2માં અનુભવી કોર્પોરેટર અતુલ રાજાણીને ઉતરાવામાં આવ્યા છે.

વોર્ડ નં.2માં અનુભવી કોર્પોરેટર અતુલ રાજાણીને ઉતરાવામાં આવ્યા છે.

કોંગ્રેસે ટિકિટ આપવામાં જ્ઞાતિઓનું બેલેન્સ બનાવ્યું

કોંગ્રેસે પણ ભાજપની જેમ જ્ઞાતિઓનું બેલેન્સ કર્યુ છે અને પટેલ, ઓબીસી સહિતના સમાજને સ્થાન આપવા પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસે જેઓને ટિકિટ આપી છે તેમાં લેઉવા-કડવા પટેલ, બ્રાહ્મણ, આહિર, દરજી, ક્ષત્રિય, મુસ્લિમ, વાલ્મીકી, સિંધી, ભરવાડ, દલિત, તળપદા કોળી, જૈન, લોધા, રાજગોર બ્રાહ્મણ, રાજપૂત, પ્રજાપતિ, સોની, એસટી, કડિયા, ઓબીસી પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

વોર્ડ નંબર ઉમેદવારનું નામ ઉંમર (વર્ષમાં) લાયકાત
વોર્ડ નં. 1 રેખાબેન ગેડીયા 35 ધો. 10
જલ્પાબેન ગોહેલ 30 ધો. 9
ડો. અમીત ભટ્ટ 53 DHMS
ભરતભાઇ શિયાળ(ફોર્મ રદ) 57 ધો.10
વોર્ડ નં. 2 નીમીષાબેન રાવલ 32 ધો.10
અતુલ રાજાણી 45 ધો.10
યુનુસભાઇ જુણેજા 51 ધો.9
દિવ્યાબા જાડેજા 32 32
વોર્ડ નં. 3 ગાયત્રીબા વાઘેલા 50 એલએલબી
કાજલબેન પુરબીયા ધો. 9
દાનાભાઇ હુંબલ 46 ધો.12
દિલીપભાઇ આસવાણી 51 ધો. 10
વોર્ડ નં. 4 સીમીબેન જાદવ 37 એમએબીએડ
ઠાકરશીભાઇ ગજેરા 50 ધો.10
નારણભાઇ સવસેતા(ફોર્મ રદ)
શીતલબેન પરમાર
વોર્ડ નં. 5 દક્ષાબેન ભેંસાણીયા 66 ધો.8
લાભુબેન ઠુંગા ધો. 4
જીતેન્દ્રભાઇ રૈયાણી 46 ધો. 11
હર્ષદભાઇ અઘેરા 50 ધો. 8
વોર્ડ નં. 6 રતનબેન મોરવાડીયા 48 ધો.3
કિરણબેન સોનારા 35 ધો.12
ભરતભાઇ મકવાણા 54 ધો.11
મોહનભાઇ સોજીત્રા 64 એફવાયબીકોમ
વોર્ડ નં. 7 વૈશાલીબેન પંડયા 34 એમએસડબલ્યુ
અલ્કાબેન રવાણી 57 બીએ
રણજીતભાઇ મુંધવા 32 ધો.12
કેતન જરીયા 34 બીકોમ
વોર્ડ નં. 8 સવિતાબેન શ્રીમાળી 57 ધો.10
દ્રષ્ટિબેન પટેલ 33 બીએડ
ડો.જીજ્ઞેશ જોષી 42 લો-પીએચડી
નયનભાઇ ભોરણીયા 26 ધો. 12
વોર્ડ નં. 9 ધરસંડિયા ચંદ્રિકાબેન 60 ધો.12
પ્રતિમાબેન વ્યાસ 54 બીકોમ
વૈશાલીબેન દોંગા 34 બીએ
અર્જુનભાઇ ગુજરીયા 26 એલએલબી
વોર્ડનં.10 જયશ્રીબેન મહેતા 43 બીએડ
ભાર્ગવીબા ગોહિલ 36 પોસ્ટ ગ્રેજયુએટ
મનસુખભાઇ કાલરીયા 55 બીએસસી
અભિષેક તાળા 31 ધો. 12
વોર્ડ નં. 11 વસંતબેન માલવી 51 ધો.7
પારૂલબેન ડેર 54 ધો. 10
સુરેશભાઇ બથવાર 52 બીઇ એલએલબી
પરેશભાઇ હરસોડા 51 ધો.12
વોર્ડ નં. 12 મીતાબેન મારડીયા 28 ધો.12
ઉવર્શીબા જાડેજા 30 એમએ
વિજયભાઇ વાંક 38 ધો.10
સંજયભાઇ અજુડીયા 46 બીકોમ
વોર્ડ નં. 13 જાગૃતિબેન ડાંગર 49 ધો.12
ગીતાબેન મુછડીયા 45 ધો.5
રવિભાઇ વેકરીયા 29 ટીવાયબીકોમ
આદિત્યસિંહ ગોહિલ 30 બીકોમ
વોર્ડ નં. 14 ભારતીબેન સાગઠીયા 27 બીએ
શ્ર્વેતાબેન વાગડીયા 39 ધો.11
વિજયભાઇ જાની બીકોમ
મયુરસિંહ પરમાર 38 એફવાયબીકોમ
વોર્ડ નં. 15 કોમલબેન ભારાઇ 28 ધો.8
ભાનુબેન સોરાણી ધો.6
મકબુલ દાઉદાણી 35 ધો.10
વશરામભાઇ સાગઠીયા 55 એલએલબી
વોર્ડ નં. 16 રસીલાબેન ગરૈયા 38 ધો.10
ગાયત્રીબેન ભટ્ટ 48 ધો.7
વલ્લભભાઇ પરસાણા 51 ધો.4
બાબુભાઇ ઠેબા
વોર્ડ નં. 17 જયાબેન ટાંક 63 ધો.7
વસંતબેન પીપળીયા 33 એમએ
ઘનશ્યામસિંહ જાડેજા 43 ધો.10
અશોકભાઇ ડાંગર 59 બીકોમ, એલએલબી
વોર્ડ નં. 18 ધર્મિષ્ઠાબા જાડેજા 27 ધો.9
નીતાબેન સોલંકી
નિર્મલભાઇ મારૂ 45 ધો.5
હસમુખભાઇ રાંક ધો.10
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular