- Advertisement -
રાજકોટ:ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, ‘અલ્પેશ ઠાકોરે હજુ સુધી ભાજપમાં જોડાવવાનો કોઈ પ્રસ્તાવ મૂક્યો નથી. અલ્પેશના ભાજપમાં જોડાવા અંગે કેન્દ્રીય મંત્રીમંડળ નિર્ણય લેશે. ભાજપમાં વધુને વધુ નેતાઓ આવે તો અમે તેમને સ્વીકારીશું.’ આ સાથે જ કહ્યું કે કોંગ્રેસમાં નેતાઓ નારાજ થઈને રાજીનામાં આપે છે અને જો કોઈ ક્રોસ વોટિંગ કરે તો મને ખબર નથી. કોંગ્રેસ ભાજપ પર ખોટા આક્ષેપ કરે છે. બાકી પૈસાથી કોઈ ખરીદાતું નથી. આ સાથે જ સુરતની ઘટના પર નિવેદન આપતા કહ્યું કે સમગ્ર ઘટનાને લઈને CM અને ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. હિંસા કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ સુરતની ઘટનામાં કોંગ્રેસ સામે ઉશ્કેરણીનો આક્ષેપ કર્યો હતો.