Thursday, April 18, 2024
Homeરાજકોટ : લગ્નના 5 વર્ષ પુરા થતા સમુહલગ્નમાં 34 કન્યાને સોનાના ખડગ...
Array

રાજકોટ : લગ્નના 5 વર્ષ પુરા થતા સમુહલગ્નમાં 34 કન્યાને સોનાના ખડગ આપવાની જાહેરાત કરી

- Advertisement -

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા કોઇને કોઇ રીતે પોતાના સમાજને આગળ લાવવા પ્રયત્નસીલ રહેતા હોય છે. આગામી 21 એપ્રિલના રોજ યોજાનાર સમૂહ લગ્નમાં કન્યાઓને ભેટ રૂપી સોનાના ખડગ આપવા નિણર્ય કર્યો છે. જેમાં કુલ 34 કન્યાને 4 નંગ સોનાના ખડગ રિવાબા દ્વારા ભેટમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રિવાબાના લગ્નના 5 વર્ષ પુરા થયા હોવાથી તેઓ સમાજની કન્યાઓને સોનાનું દાન કરી રહ્યાં છે.

17 એપ્રિલ 2021ના રોજ તેમના લગ્નને 5 વર્ષ પુરા થયા
રિવાબા રવીન્દ્રસિંહ જાડેજાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે , સમાજમાં જરૂરિયાતમંદ લોકોને હર હંમેશ મદદરૂપ થવા મારુ સપનું છે અને એ જ સપના સાથે હું આગળ વધી રહી છું. ખાસ કરી 17 એપ્રિલ 2021ના રોજ તેમના લગ્નને 5 વર્ષ પુરા થતા વિશેષ રીતે ઉજવણી કરવા વિચાર કર્યો છે. જેના ભાગરૂપે રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં કન્યાઓને સોનાના ખડગ ભેટમાં આપવા નિર્ણય કર્યો છે.

21 એપ્રિલે જામનગરમાં સમુહલગ્ન યોજાશે.
21 એપ્રિલે જામનગરમાં સમુહલગ્ન યોજાશે.

રિવાબા સામાજિક સેવા કાર્યમાં જોડાયેલા રહે છે
આગામી 21 એપ્રિલના રોજ શ્રી જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 21માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 34 કન્યાઓને 4 નંગ સોનાના ખડગ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રિવાબા સામાજિક સેવા કાર્યમાં જોડાય રહ્યાં છે. તેમાં પણ ખાસ નારી ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહી કાર્ય કરી રહ્યાં છે..

એક કન્યાને સોનાના 4 ખડગ આપવાનો નિર્ણય લીધો.
એક કન્યાને સોનાના 4 ખડગ આપવાનો નિર્ણય લીધો.
થોડા દિવસ પહેલા સિલાઇ મશીન પણ વિતરણ કર્યા હતા
થોડા દિવસ પહેલા સિલાઇ મશીન પણ વિતરણ કર્યા હતા

થોડા દિવસ પહેલા મહિલાઓને સિલાઇ મશીન આપ્યા હતા
થોડા દિવસ પૂર્વે રિવાબા દ્વારા બહેનો આત્મનિર્ભર બને તે માટે જામનગર જિલ્લાના બાડા તથા ખીરી ગામ ખાતે બે-બે સીવણ-મશીનોનું મહિલાઓને અનુદાન પણ કર્યુ હતું. આ સિલાઈ મશીન દ્વારા સિવણ ક્લાસ કરી બહેનો હુન્નર શીખી આત્મનિર્ભર બને અને હાલના સમયમાં માસ્ક તેમજ સિલાઈને લગતા નાના મોટા કાર્યો ઘરે રહીને કરી શકે છે. આત્મનિર્ભરતાનો મંત્ર શિક્ષણ વગર સાર્થક ન થાય. આથી સ્ત્રી શિક્ષણનું મહત્વ સમજાવી કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે પણ પ્રયાસ કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular