Thursday, March 28, 2024
Homeગુજરાતરાજકોટ : એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળી જેમાં 27 કેસમાં ચર્ચા...

રાજકોટ : એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળી જેમાં 27 કેસમાં ચર્ચા કરાઈ

- Advertisement -

 

રાજકોટ જિલ્લાની એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક બુધવારે મળી હતી જેમાં 27 કેસમાં ચર્ચા કરાઈ હતી. આ પૈકી 16 કેસમાં ફરિયાદ શક્ય ન હોઈ તેને દફ્તરે કરાયા હતા તેમજ 5 કેસ પેન્ડિંગ રખાયા છે જ્યારે 6 કેસમાં ફરિયાદ કરવા માટે કમિટીએ હુકમ કર્યો છે.તપાસનીશ અધિકા૨ીઓ દ્વા૨ા તપાસ ક૨ી, અહેવાલ ૨જૂ થયેલ હોય તેવા કુલ 27 કેસો આ બેઠકમાં સમિતિ સમક્ષ ૨જૂ થયેલ હતાં. આ ૨જુ થયેલ 27 કેસો પૈકી 05 કેસો પેન્ડીંગ ૨ાખવામાં આવ્યા હતાં.

16 જેટલા કેસોમાં ફરિયાદ ન કરવાનું નક્કી થયું
જેમાં ફરિયાદ દાખલ થવાની છે તે 6 કેસમાંથી 4 કેસ પોલીસ કમિશનરેટ વિસ્તારના છે જ્યારે 2 ગ્રામ્ય વિસ્તારના છે આ તમામમાં પોલીસ તેમજ રેવન્યૂ વિભાગે પહેલાથી જ તપાસ કરી લીધી હોવાથી ગુનો દાખલ કરી તુરંત જ આરોપીઓની ધરપકડ કરાશે.આ તમામ કેસ પૈકી સરકારી જમીનના કેટલા કેસ છે તે અંગે અધિક કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, 5 જમીન ખાનગી માલિકીની છે જ્યારે 1 સરકારી જમીનને લગત કેસ છે. બેઠકમાં 16 જેટલા કેસોમાં ફરિયાદ ન કરવાનું નક્કી થયું છે.

પારડી લેન્ડ ગ્રેબિંગમાં 4 આરોપી હજુ પણ ફરાર
રાજકોટના લોધિકા તાલુકાના પારડી ગામે સરકારી જમીનમાં પ્લોટિંગ પાડીને ગેરકાયદે સોસાયટી ઊભી કરી નાખી હતી. આ મામલે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 28 સપ્ટેમ્બરે બે મહિલા સહિત 10 સામે ગુનો દાખલ થયો હતો તેમાંથી 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. જોકે ગુનો નોંધાયાના આટલા દિવસ બાદ પણ હજુ 4 આરોપી ફરાર છે જેમાં અજય, ગોવિંદ, સુભાષ અને પ્રવીણ સહિતનો સમાવેશ થાય છે. આ તમામે નાસી છૂટ્યા બાદ આગોતરા જામીન મળે તે માટે અરજી કરી હતી જોકે આગોતરા મળ્યા ન હતા. ત્યારથી અત્યાર સુધી આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular