Thursday, February 22, 2024
Homeગુજરાતરાજકોટ : આજી ડેમમાં નર્મદાના નીરનું આગમન, 600 MCFT પાણી ઠલવાશે

રાજકોટ : આજી ડેમમાં નર્મદાના નીરનું આગમન, 600 MCFT પાણી ઠલવાશે

- Advertisement -

રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતાં મુખ્ય 3 જળાશયો પૈકી આજી-1 ડેમમાં તા.15 નવેમ્બરના રોજ ડેડ લેવલ આવી જતાં સૌની યોજનાનું પાણી સરકાર પાસે માંગવામાં આવ્યું હતું. જો કે રીપેરિંગના બહાને આજકાલ કરીને આજ સુધી નર્મદા નીર નહીં આપતાં આજી ડેમ વોટર વર્કસ હેઠળનાં વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાવાનો ભય ઉભો થયો હતો. આથી ગઈકાલે નર્મદા નિગમ દ્વારા મચ્છુ-1 ડેમ ખાતેથી પમ્પીંગ શરૂ કરતાં આજે સાંજે 5 વાગ્યે નર્મદા નીર આજી ડેમમાં ઠલવાયું હતુ. કુલ 600 એમસીએફટી પાણી માંગવામાં આવ્યું છે. જેના કારણે ડેમ ફરી વખત છલોછલ 29 ફૂટની સપાટીએ પહોંચી જશે. તેમ વોટર વર્કસ વિભાગમાંથી જાણવા મળેલ છે.

રાજકોટ શહેરની દૈનિક 400 MLD પાણીની જરૂરીયાત સામે આજી-1 ડેમમાંથી 125 એમએલડી તેમજ ન્યારી-1 ડેમમાંથી 65 એમએલડી, ભાદર ડેમમાંથી 40 એમએલડી અને 125 એમએલડીથી વધુ પાણી ઢાંકી ખાતે પાઈપલાઈન મારફત નર્મદા નીર થકી લેવામાં આવે છે. ન્યારી ડેમમાં માર્ચ સુધીનું પાણી હયાત છે ત્યારે આજી-1 ડેમની સપાટી તા.15 નવેમ્બરનાં રોજ ડેડ લેવલે આવી જતાં પમ્પીંગ ધીમુ પડી ગયું હતું અને એક સપ્તાહમાં જો નર્મદા નીર ન મળે તો આજી હેઠળનાં વિસ્તારોમાં પાણીની કટોકટી સર્જાવાની ભીતિ ઉભી થઈ હતી.

આથી વોટર વર્કસ વિભાગે આગમ ચેતનીના પગલાં રૂપે એક માસ પહેલા સરકારને પત્ર લખી સૌની યોજનાનું પાણી માંગવામાં આવ્યું હતું. પરંતુ લાઈન રીપેરીંગ તેમજ અન્ય કારણોસર આજી ડેમમાં સમયસર પાણી ન ઠલાવાતા નવેમ્બર માસના અંત સુધીમાં પાણી કાંપ ઝીંકવો પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તેવો ભય ઉભો થયો હતો. જેના માટે વારંવાર સરકારમાં રજૂઆત કરાતાં નર્મદા નિગમ દ્વારા ગઈકાલે મોરબીનાં મચ્છુ-1 ડેમ ખાતેથી પમ્પીંગ શરૂ કરવામાં આવ્યું છે અને આજે સાંજ સુધીમાં નર્મદા નીર આજી ડેમ સુધી પહોંચી જશે તેમ જાણવા મળેલ છે. પ્રથમ તબક્કે 600 એમસીએફટી પાણી માંગવામાં આવ્યું છે. જો પુરેપુરુ પાણી આપવામાં આવશે તો આજી ડેમ ફરી વખત છલોછલ ભરાઈ જશે અને ચાર માસ ચાલે તેટલો જથ્થો સંગ્રહિત થઈ જશે તેમ વોટર વર્કસ વિભાગે જણાવ્યું છે.

શહેનો એક માત્ર આજી ડેમ કે જેમાંથી સૌથી વધુ 125 એમએલડી પાણી દરરોજ ઉપાડવામાં આવે છે અને ડેમમાં વર્ષોથી કાંપ જમા થતો હોવાથી ડેડ લેવલ દિવસે દિવસે ઉચુ આવતું જાય છે. ચોમાસા દરમિયાન ડેમ છલકાઈ જાય તો પણ ફકત 3 થી 4 માસ જેટલું પાણી સંગ્રહિત થાય છે પરિણામે વર્ષમાં 3 વર્ષ સૌની યોજનાના નર્મદા નીર ઉપાડવામાં આવે છે અને શહેરનાં આજી હેઠળ આવતાં 30 ટકા રાજકોટમાં દરરોજ 20 મીનીટ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. 400 એમએલડીની જરૂરીયાત સામે આજી-1 ડેમમાં સમયસર નર્મદા નીર ન ઠલવાઈ તો 125 એમએલડીની મોટી ખાધ પડી શકે તેમ હોવાથી સરકારે પણ ત્વરીત નિર્ણય લઈ ગઈકાલે સૌની યોજનાનું પાણી પમ્પીંગ કરવાનું શરૂ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular