Sunday, September 19, 2021
Homeરાજકોટ : આજે બપોર સુધીમાં 294 કેસ નોંધાયા, 24 કલાકમાં 67 દર્દીના...
Array

રાજકોટ : આજે બપોર સુધીમાં 294 કેસ નોંધાયા, 24 કલાકમાં 67 દર્દીના મોત

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યું છે. શહેરમાં આજે બપોર સુપધીમાં 294 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 67 દર્દીના મોત નીપજતા આરોગ્ય વિભાગમાં ચિંતામા મૂકાયું છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 27013 પર પહોંચી છે. તેમજ હાલ અલગ અલગ હોસ્પિટલમાં 4612 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગઇકાલે રવિવારે 423 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં બાલ કૃષ્ણ કોલ ઇન્ડિયા નામની ઇન્ડસ્ટ્રીઝમાંથી નાઇટ્રોજનની ત્રણ બોટલની ચોરી થઇ હોવાની ફરિયાદ થઇ છે. નાઇટ્રોજનની બોટલને ઓક્સિજનની બોટલ સમજી ચોરી કરી હોવાની શંકા સેવાઇ રહી છે. દર્દીને ઓક્સિજન સમજી નાઇટ્રોજન આપવામાં આવે તો ગંભીર પરિણામો આવી શકે છે.

જસદણમાં 100 ઓક્સિજન બેડ સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ થયાના કલાકમાં જ ફુલ
જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા અને તેની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે તાત્કાલીક તૈયાર કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલ શનિવારે શરૂ કરાઇ હતી. હોસ્પિટલ શરૂ થયાના એક જ કલાકમાં 100 બેડ ફૂલ થઇ ગયા હતા. પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા અને તેની ટીમના રૂ.1 કરોડ 50 લાખના ફંડ સહિતના આર્થિક સહયોગથી જસદણ શહેરમાં આટકોટ રોડ ઉપર દેવશીભાઈ છાયાણીના હીરાના કારખાનામાં તેમજ જયતા બાપુની જગ્યામાં યુદ્ધના ધોરણે કામગીરી કરી શરૂ કરવામાં આવી હતી. ઉદઘાટનના એક કલાકમાં જ 100 બેડ દર્દીઓથી ભરાઈ ગયા હતા અને 50 દર્દીઓ ઓક્સીજન પર દાખલ થઈ ગયા હતા.

યુનિવર્સીટી રોડ પોલીસ મથકના 17 જવાનો કોરોનાગ્રસ્ત બન્યા
રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પોઝિટિવ આવેલા વ્યક્તિઓ પોતાના ઘરે સારવાર મેળવવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. પરંતુ અમુક લોકો 14 દિવસ ઘરે રહેવાના બદલે અને પોતાનો રિપોર્ટ પોઝિટીવ હોવા છતા ઘરની બહાર નીકળે છે. જેના પગલે આવા લોકો પર નજર રાખવા પોલીસને જવાબદારી સોંપાઇ છે. પોલીસ કર્મચારીઓ આવા લોકોની ઘરે જઇને મોબાઇલ એપ ડાઉનલોડ કરાવે છે. આ કામગીરી દરમિયાન યુનિવર્સીટી રોડ પોલીસ મથકના 17 જવાનો કોરોનાગ્રસ્ત બન્યા છે. કોરોના સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇન થતા દર્દીઓ ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા સેફ રાજકોટ નામની મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જેની કામગીરી લાગતા વળતા વિસ્તારના પોલીસમથકનો સ્ટાફ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments