રાજકોટ – કાર વડે બાઇકને ઠોકર મારી તલવાર ધારીયાના ઘા ઝીંકી પ્રૌઢની હત્યાનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

0
0
  • જૂની અદાવતનો ખાર રાખી જીવલેણ હુમલો કર્યો, પ્રૌઢના પગ ભાંગી ગયા
ઘટના CCTVમાં કેદ થઇ

સીએન 24,ગુજરાત

રાજકોટકુવાડવા હાઇવે પર રામપરા બેટી ગામે રહેતા જીવાભાઈ સિંધાભાઈ સુસરા નામના 55 વર્ષીય પ્રૌઢ રવિવારે સવારે કુવાડવા GIDC વિસ્તારમાં દૂધ લેવા ગયા હતા. ત્યારે જૂની અદાવતનો ખાર રાખી કારમાં આવેલા વિજય નાનજી મકવાણા, તેનો બનેવી સાગર ડવ તથા ત્રણ ચાર અજાણ્યા માણસોએ કારની ઠોકરે બાઇક ચડાવી પ્રૌઢને પછાડી દીધા હતા. બાદમાં તલવાર, પાઇપ, ધારીયા વડે જીવલેણ હુમલો કરતા પ્રૌઢને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જીવલેણ હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેમેરામાં કેદ થઈ હતી. કારની ઠોકરે પ્રૌઢના પગ ભાંગી ગયા છે.

કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઘવાયેલા પ્રૌઢને ગ્રામજનોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કુવાડવા પોલીસ સ્ટેશનના PI એમ.સી.વાળા, હિતેસભાઈ ગઢવી સહિતના સ્ટાફે હોસ્પિટલે દોડી જઈ ભરવાડ પ્રૌઢની ફરિયાદ પરથી પાંચ શખ્સો સામે કાવતરું રચી જીવલેણ હુમલો કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here