રાજકોટ : હોટેલ પાર્કઇનમાં ગોંધી રાખી એક સગીરાને વેચવાનો પ્રયાસ

0
0

શહેરના સદર વિસ્તારમાં આવેલી હોટેલ પાર્કઇનમાં ગોંધી રાખી એક સગીરાને વેચવાનો પ્રયાસ થઇ રહ્યાની માહિતી સાથે મુંબઇની એનજીઓની ટીમ પોલીસ સાથે હોટેલમાં દોડી ગઇ હતી. પોલીસને રૂમમાંથી સગીરા મળી આવી હતી જોકે તેને લઇ આવનાર હાથ આવ્યો નહોતો. અઢી મહિનાથી સગીરાને હોટેલમાં રાખવામાં આવી હતી. પોલીસે સગીરા અને સ્થાનિક એક શખ્સને સકંજામાં લઇ તપાસ શરૂ કરી હતી.

મુંબઇની એક એનજીઓના મહિલા સભ્યો બુધવારે સાંજે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, મહિલાઓએ પોલીસને માહિતી આપી હતી કે, હોટેલ પાર્કઇનમાં એક સગીરાને રાખવામાં આવી છે અને તેને વેચવાના ઇરાદે સંતોષ નામનો શખ્સ તેને ઉઠાવી લાવ્યો છે. મહિલા પીઆઇ પટેલ સહિતની ટીમ હોટેલે પહોંચી હતી અને નિશ્ચિત રૂમ ખોલાવતાં જ તેમાંથી એક સગીરા મળી આવી હતી, જોકે સંતોષ હાથ આવ્યો નહોતો. મદદરૂપ બનનાર રાજકોટના એક શખ્સને પણ પોલીસે સકંજામાં લીધો હતો.

સગીરાની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી જોકે સંતોષ ક્યાં ઇરાદે તેને લઇ આવ્યો હતો?, તેની સાથે શારીરિક અત્યાચાર થયો હતો કે કેમ?, તેને વેચવાના પ્રયાસ થઇ રહ્યા છે? પોલીસે સગીરાને વિશ્વાસમાં લઇ સઘળી માહિતી મેળવવા મોડીરાત સુધી પ્રયાસો કર્યા હતા. સંતોષ અને સગીરા મેટોડામાં નોકરી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here