Thursday, August 5, 2021
No menu items!
Homeરાજકોટ : બડા બજરંગ ફાઉન્ડેશન થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઓછામાં ઓછી 10 સેકેન્ડમાં રક્ત...
Array

રાજકોટ : બડા બજરંગ ફાઉન્ડેશન થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઓછામાં ઓછી 10 સેકેન્ડમાં રક્ત પહોંચાડે છે

કોઈ પણ વ્યક્તિને લોહી આપો એટલે તેને નવું જીવન આપ્યા બરાબર છે. એટલે જ કહેવાય છે કે, રક્તદાન એ મહાદાન છે. આ જ સુત્રને સાર્થક કર્યું છે રાજકોટના એક એવા ફાઉન્ડેશને જે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઓછામાં ઓછી 10 સેકેન્ડમાં રક્ત પહોંચાડે છે. છેલ્લા 2 વર્ષથી કાર્યરત બડા બજરંગ ફાઉન્ડેશન થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત પહોંચાડવાનું ઉમદા કાર્ય કરે છે. ઓછામાં ઓછી 10 સેકેન્ડ અને વધુમાં વધુ 3 કલાકમાં બડા બજરંગ ફાઉન્ડેશનના કાર્યકરો થેલેસેમિયાગ્રસ્ત બાળકોને રક્ત પહોંચાડે છે.

રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ બ્લડ પહોંચાડાઈ છે

બડા બજરંગ ગ્રુપે વોટ્સએપ પર 3 ગ્રુપ બનાવ્યા છે. જેમાં જરૂરિયાતમંદ બાળકો માટે બ્લડની વ્યવસ્થા કરવામાં આવે છે. મોટાભાગે તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મુકો કે તરત જ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડની વ્યવસ્થા થઇ જાય છે. 202માં બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા 700થી વધુ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. રાજકોટ સિવાય જામનગર, ગોંડલ, મોરબી, ટંકારા, ગીર સોમનાથ સહિત ઘણા બધા ગામ અને શહેરમાં બ્લડ પહોંચાડવાનું કાર્ય કરે છે.

લોકડાઉનમાં અમે ફાસ્ટ સર્વિસ આપી છે- કલ્પેશ ગમારા

બડા બજરંગ ફાઉન્ડેશનના સભ્ય કલ્પેશ ગમારાએ જણાવ્યું હતું કે થેલેસેમિયા જેવી ખતરનાક બિમારી ધરાવતા બાળકોને થોડા થોડા સમયે બ્લડ ચડાવવું પડે છે. ત્યારે આ બાળકોને બ્લડ મળી રહે તે માટે અમે બડા બજરંગ ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે. અમે જરૂરીયાતવાળા લોકોને બ્લડ પુરૂ પાડીએ છીએ. ગત વર્ષે કોરોનાની મહામારી અને લોકડાઉનના કારણે થેલેસેમિયા ગ્રસ્ત લોકોને બ્લડ મેળવવું મુશ્કેલ હતું. જેથી અમે 750 જેટલી બોટલનું બ્લડ ડોનેટ કરાવ્યું હતું. જરૂરિયાત વાળા લોકોને અમે ફાસ્ટમાં ફાસ્ટ સર્વિસ આપીને અમે બ્લડ પુરૂ પાડ્યું હતું.

દોઢ વર્ષમાં 1100 જેટલી બોટલો એકઠી કરી- ગમારા

વધુમાં જણાવ્યું હતું કે વોટ્સએપમાં અમારા 3 ગ્રુપ છે. આ ગ્રુપમાં જે થેલેસેમિયા ગ્રસ્ત લોકો મેસેજ મુકી કે તેને બ્લડની જરૂર છે. જેથી જે લોકોને બ્લડ ડોનેટ કર્યા હોય તેને 3 મહિના થઈ ગયા હોય તેઓ તરત જ મેસેજ નાખે છે. કે હું આજે અથવા કાલ સુધીમાં બ્લડ ડોનેટ કરી દઈશ. જેથી જે તે વ્યક્તિને બ્લડ મળી જાય છે. છેલ્લા દોઢ વર્ષથી અમે આ કાર્ય કરીએ છીએ. અમે દોઢ વર્ષમાં 1100 જેટલી બોટલો એકઠી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments