રાજકોટ : મોટાભાગની હોસ્પિટલમાં બેડ હાઉસફુલ, 3414માંથી માત્ર 112 બેડ જ ઉપલબ્ધ

0
0

વ્યવસ્થા છે જે પૈકી માત્ર 112 બેડ જ ઉપલબ્ધ છે. જેની સામે રોજ બરોજ 700થી વધુ પોઝિટિવ કેસ નોંધાય રહ્યાં છે જે સ્થિતી ચિંતાજનક કહી શકાય છે.

સિવિલ હોસ્પિટલ બહાર 50થી વધુ દર્દી વેઇટિંગમાં
વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગની હોસ્પિટલમાં બેડ હાઉસફૂલ છે. રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી પરંતુ તેની સાથે સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 808 બેડ ઉપલબ્ધ છે. જે પૈકી 38 બેડ ખાલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે જેની સામે સિવિલ હોસ્પિટલ બહાર 50થી વધુ દર્દી વેઇટિંગમાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા બેડના આંકડા
(1) રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 808 બેડ પૈકી 38 બેડ ખાલી.
(2) સમરસ હોસ્ટેલમાં 708 બેડમાંથી 17 બેડ ખાલી
(3) ગોંડલ સરકારી હોસ્પિટલ 56બેડમાંથી 2 બેડ ખાલી
(4) કેન્સર હોસ્પિટલ 197માંથી 37 બેડ ખાલી
(5) જસદણમાં તમામ 24 બેડ ફૂલ
(6) ધોરાજીમાં 70 માંથી 5 બેડ ખાલી
(7) 35 ખાનગી હોસ્પિટલમાં તમામ 1510 બેડ ફૂલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here