Monday, October 25, 2021
Homeરાજકોટ : જિલ્લા પંચાયતમાં 16માં ભાજપ અને 5માં કોંગ્રેસની જીત
Array

રાજકોટ : જિલ્લા પંચાયતમાં 16માં ભાજપ અને 5માં કોંગ્રેસની જીત

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક પર 63.30 ટકા મતદાન થયું છે. જ્યારે જિલ્લાની 11 તાલુકા પંચાયતની 197 બેઠક પર 63.65 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ 3.34 ટકા ઓછું મતદાન થયું છે. ગોંડલ નગરપાલિકાની 39 બેઠક પર 53.18 ટકા મતદાન થયું છે. આજે 8 સ્થળ પર મત ગણતરી થઇ રહી છે. ગોંડલ નગરપાલિકામાં 5 બેઠક બિનહરિફ જાહેર થઇ ભાજપના ફાળે ગઇ છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની 2 બેઠક પર જીત થઇ છે. 11 તાલુકા પંચાયતમાં ભાજપની 5 બેઠક અને કોંગ્રેસની 1 બેઠક બિનહરિફ જાહેર થઇ છે. ગોંડલ નગરપાલિકાની 36 બેઠક પર ભાજપની જીત થઇ છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પત્નીની કારમી હાર થઇ છે.

ભાજપ-કોંગ્રેસે બંનેએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

રાજકોટ જિલ્લા પંચાયતમાં વર્ષ 2010માં 63.23 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2015માં 66.64 ટકા મતદાન થયું હતું. બીજી તરફ રાજકોટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વર્ષ 2015માં 67.65 ટકા મતદાન નોંધાયું હતું. આ વર્ષે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં બન્ને પક્ષે 50 ટકાથી વધુ નવા ચહેરાઓને તક આપી છે. ત્યારે ભાજપ દ્વારા તમામ 36 બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને માત્ર બે અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments