રાજકોટ: ભાજપના યુવા પ્રમુખ અને પુજારી વચ્ચે પુજા અંગે માથાકૂટ થઇ

0
4

આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે. ત્યારે રાજકોટના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકો દર્શન અને પુજા માટે ઉમટી રહ્યાં છે. ત્યારે શહેરના આજી નદીના કાંઠે બિરાજમાન રામનાથપરા મંદિરમાં રાજકોટ તાલુકા ભાજપના યુવા પ્રમુખ અને પુજારી વચ્ચે પુજા અંગે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટના LIVE દ્રશ્યો કોઇએ મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો છે. રાજકોટ તાલુકા યુવા ભાજપના પ્રમુખે જીન્સ પહેર્યુ હોય અને પુજા ન કરવા દેતા માથાકૂટ થયાની ચર્ચા થઇ રહી છે.

માથાકૂટ થતા જ પોલીસ દોડી આવી
વીડિયોમાં રાજકોટ તાલુકા ભાજપ યુવા પ્રમુખ અને પુજારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય તેવું જોવા મળી રહ્યું છે. આ સમયે મોટી સંખ્યામાં ભાવિકો પણ એકત્ર થયેલા જોવા મળે છે. માથાકૂટ થતા જ પોલીસ દોડી આવે છે અને યુવા ભાજપના પ્રમુખને પકડીને મંદિર બહાર જઇ જાય છે અને મામલો થાળે પાડ્યો હતો.

રાજકોટ તાલુકા ભાજપ યુવા પ્રમુખને લોકોએ પકડી રાખ્યા હતા.
રાજકોટ તાલુકા ભાજપ યુવા પ્રમુખને લોકોએ પકડી રાખ્યા હતા.

રામનાથપરા મંદિરમાં જીન્સ સાથે પુજા કરવાની મનાઇ
​​​​​​​
ઉલ્લેખનીય છે કે, રાજકોટના રામનાથપરા મંદિરમાં કોઇ પણ વ્યક્તિ જીન્સ સાથે પુજા કરી શકતું નથી. પુજા કરવી હોય તો ધોતી પહેરવી ફરજીયાત છે. પરંતુ ભાજપના યુવા પ્રમુખ આ વાત સમજી શક્યા નહીં અને પુજારી સાથે બાખડી પડે છે.

પુજારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.
પુજારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

રાજકોટના શિવાલયોમાં ભાવિકો ઉમટ્યા
​​​​​​​
મુંજકા આશ્રમના પરમાત્માનંદજી સ્વામીએ આજે શિવપૂજા કરી હતી. તેમજ શિવલિંગ પર દૂધનો અભિષેક કર્યો હતો. રાજકોટના રામનાથ મહાદેવ મંદિરમાં પણ ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ ઉપરાંત જાગનાથ મહાદેવ મંદિર, મહાકાલેશ્વર મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર સહિત તમામ શિવ મંદિરમાં આજે ભાવિકો દર્શન અને પુજા કરવા ઉમટ્યા છે. મંદિર સંચાલકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here