Monday, October 18, 2021
Homeરાજકોટ : ભાજપની જીતથી વિજય સરઘસ યોજી ઉજવણી કરી, ‘ભાજપવાલા, જીત ગયા’ના...
Array

રાજકોટ : ભાજપની જીતથી વિજય સરઘસ યોજી ઉજવણી કરી, ‘ભાજપવાલા, જીત ગયા’ના સુત્રોચાર સાથે ફટાકડા ફોડ્યા

રાજકોટમાં આજે સવારે 9 કલાકથી શરુ થયેલી મનપાની ચૂંટણીની મતગણતરીમાં વોર્ડ નંબર 1,4,7,10,13 માં ભાજપની પેનલ જંગી બહુમતીથી ચૂંટાઈ છે. ‘ જીત ગયા ભાઈ, જીત ગયા, ભાજપ વાલા, જીત ગયા’ના સુત્રોચાર સાથે કાયર્કરોએ ફટાકડતાં ફોડયા અને જીતેલા ઉમેદવારોએ વિજયસરઘર કાઢી પોતાની જીતની ઉજવણી કરી હતી, એ વખતે વિજય સરઘસમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી. રાજકોટ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ફરી કંગાળ સાબિત થયો છે, સમગ્ર વિજયસરઘર દરમિયાન ઉમેદવારો-આગેવાનો અને કાર્યકરોએ કોરોનાની ગાઈડ લાઇન્સને અવગણીને માસ્ક તથા સોશીયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ કર્યો હતો. જે સ્પષ્ટ પણે દર્શાવે છે કે નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં. તેવા સવાલો ઉઠી રહ્યા છે.

વિજય રૂપાણીએ કશ્યપ શુક્લને ટેલિફોનિક શુભેચ્છા આપી

રાજકોટમાં વોર્ડ નં-7માં નેહલ શુકલનો જંગી બહુમતીથી વિજય થતા કશ્યપ શુકલની આંખોમાં હર્ષાશ્રુ છલકી પડ્યા હતા, ઉપરાંત ભાજપના ઉમેદવાર દેવાંગ માંકડ પણ રડી પડયા હતા. તેમણે તુરંત પોતાના માતુશ્રીના ટેલિફોનિક આશીર્વાદ પણ લીધા હતા. એ દરમિયાનવૉર્ડ નં.7માં જંગી બહુમતી મેળવ્યા બદલ CM વિજય રૂપાણીએ કશ્યપ શુક્લને જીત બદલ ટેલિફોનિક શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ શહેરના વોર્ડ નંબર 10ની મત ગણતરી પણ 10.30 કલાક સુધીમાં પૂર્ણ થઈ હતી અને અહીં પણ ભાજપની પેનલ જંગી બહુમતીથી વિજેતા બની હતી.

કશ્યપ શુક્લએ ભાજપનો ઝાંડો ફરકાવીને લોકોને ટ્રાફિક દૂર કરવા કહ્યું હતું

કશ્યપ શુક્લએ ભાજપનો ઝાંડો ફરકાવીને લોકોને ટ્રાફિક દૂર કરવા કહ્યું હતું

વિજય સરઘસથી શહેરમાં ટ્રાફિક સર્જાયો

રાજકોટમાં અનુક્રમે વોર્ડ નં-4,7,10,13 માં ભાજપના ઉમેદવારોની જીત થતા તુરંત વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ વિજય સરઘસ કાઢ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. એ દરમિયાન નગરજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વિજય સરઘસ દરમિયાન કશ્યપ શુક્લએ ભાજપનો ઝાંડો ફરકાવીને લોકોને ટ્રાફિક દૂર કરવા કહ્યું હતું. આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ પણ આ વિજય સરઘસને કારણે ફસાઈ હતી.

ભાજપવાલા, જીત ગયા’ના સુત્રોચાર સાથે ફટાકડા ફોડ્યા

ભાજપવાલા, જીત ગયા’ના સુત્રોચાર સાથે ફટાકડા ફોડ્યા

ભાજપના દબાણથી પરિણામો ફર્યા – કોંગી ઉમેદવાર

રાજકોટમાં ફરી ભાજપ સામે કોંગ્રેસની કંગાળ હાર થઈ છે, આ અંગે ભાજપ પર આક્ષેપ કરતા વોર્ડ 13ના કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ડાંગરે કહ્યું હતું કે, અમને પ્રજાનો ચુકાદો શિરો માન્ય છે, પરંતુ એ નક્કી છે કે ભાજપ સત્તાધારી પક્ષ છે અને તેના દબાણથી જ પરિણામો ફર્યા છે, હવે આગામી ચૂંટણીમાં સુધારો કરવામાં આવશે.

કોરોનાની માર્ગદર્શિકાનો છડેચોક સંપૂર્ણ પણે ભંગ

કોરોનાની માર્ગદર્શિકાનો છડેચોક સંપૂર્ણ પણે ભંગ

આ છે ભાજપના વિજેતા ઉમેદવારો

ક્રમ વોર્ડ નં. 1 વોર્ડ નં. 3 વોર્ડ નં. 4 વોર્ડ નં. 7 વોર્ડ નં. 10
નં.1 દુર્ગાબા જાડેજા અલ્પા દવે કંકુ ઉધરેજા દેવાંગ માંકડ જયોત્સ્ના ટીલાળા
નં.2 ભાનુ બાબરિયા કુસુમ ટેકવાણી નયના પેઢડિયા નેહલ શુકલ ડો.રાજેશ્વરી ડોડિયા
નં.3 હિરેન ખિમાણિયા નરેન્દ્રસિંહ જાડેજા પરેશ પીપળિયા વર્ષા પાંધી ચેતન સુરેજા
નં.4 ડો. અલ્પેશ મોરઝરિયા બાબુ ઉધરેજા કાળુ કુંગરસિયા જયા ચાવડા નરેન્દ્રસિંહ વાઘેલા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments