રાજકોટ : વોર્ડ નં.12માં સરકારી પ્લોટમાં બંધાયેલા ગેરકાયદેસર ત્રણ મકાન પર બુલડોઝર ફરી વળ્યું

0
9

રાજકોટના વોર્ડ નં.12માં આવેલા સરકારી પ્લોટમાં ત્રણ મકાન બાંધી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમે મકાન ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી. આજે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ શાખાએ ત્રણેય મકાન પર બૂલડોઝર ફેરવી 9.97 કરોડની જમીન ખુલ્લી કરી હતી.

ડિમોલિશન કરી 2494 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ

વોર્ડ નં.12માં ટાઉન પ્લાનિંગ સ્કીમના અનામત પ્લોટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા મનપા કમિશનરઉદિત અગ્રવાલે આદેશ કર્યો હતો. આથી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા દ્વારા આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 2494 ચો.મી.ની અંદાજીત 9.97 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

ત્રણ મકાનનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું.

ત્રણ મકાનનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું.

બે ટી.પી. સ્કીમ હેઠળ ગેરકાયદેસર બાંધકામ થયું હતું

ટી.પી. સ્કીમ નં.21(મવડી), અંતિમખંડ નં. 35/સી S.E.W.S.H., ન્યુ આકાશદિપ શેરી નં.3, જય સરદાર પાનવાળી શેરી, ઉમીયા ચોક પાસે બે મકાનનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. જ્યારે ટી.પી. સ્કીમ નં.21(મવડી), અંતિમખંડ નં.21/એ 8 સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ 9, પ્રમુખ નગર શેરી નં.4, ક્રિષ્ના મકાનની બાજુમાં, મવડીમાં એક મકાનનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું.

9.97 કરોડની જમીન ખુલ્લી કરાઇ.

9.97 કરોડની જમીન ખુલ્લી કરાઇ.

ડિમોલિશનની કામગીરીમાં વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યાં

આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટ ઝોનના અધિકારી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર આર. એન. મકવાણા, અજય એમ.વેગડ, એ. જે. પરસાણા તથા આસિસ્ટન્ટ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત એસ.ડબલ્યુ.એમ. શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here