Wednesday, January 19, 2022
Homeગુજરાતરાજકોટ : અનમોલ ઘૂઘરા સહિત ખાણીપીણીના 26 ધંધાર્થીને ત્યાં ચેકિંગ

રાજકોટ : અનમોલ ઘૂઘરા સહિત ખાણીપીણીના 26 ધંધાર્થીને ત્યાં ચેકિંગ

રાજકોટમાં મેઘાણી રંગભવન પાસે ભક્તિનગર સર્કલ, 90 ફૂટ રોડ, કાંતા વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં આવેલી ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું. જેમાં 26 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ખાણીપીણીના 3 ધંધાર્થીને લાયસન્સ અને હાઇજીન બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ 14 કિલો વાસી અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગે હાલ કોરોનાની વણસી રહેલી સ્થિતિમાં લોકોએ બહારનું ખાતા પહેલા ચેતવું જોઇએ તેવી અપીલ કરી છે.

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ નમૂના લેવામાં આવ્યા

(1) મિક્સ દૂધ લુઝ, સ્થળ- શિવ શક્તિ ડેરી- રામકૃષ્ણ મેઇન રોડ
(2) મિક્સ દૂધ લુઝ, સ્થળ- વિશાલ ડેરી- મંગળા મેઇન રોડ

 

પિત્ઝાની વાસી બ્રેડનો સ્થળ પર જ નાશ કરાયો.
પિત્ઝાની વાસી બ્રેડનો સ્થળ પર જ નાશ કરાયો.

ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણીની વિગત

1. રાધેશ્યામ દિલ્હી ચાટ
2. રામ ઓર શ્યામ ગોલા
3. બાલાજી અમેરિકન મકાઇ- લાયસન્સ બાબતે નોટિસ
4. મિલન તાવો
5. ઠક્કર હોટડોગ-2 કિલો વાસી પિત્ઝા બ્રેડ નાશ
6. મહાકાળી પાણીપુરી
7. અનમોલ ઘૂઘરા-લાયસન્સ બાબતે નોટિસ તથા 2 કિલો વાસી ચટણી નાશ |
8. મોજીલી મેગી- 3 કિલો વાસી સોસનો નાશ
9. રાધે ચાઈનીસ
10. સોના વડાપાવ- લાયસન્સ બાબતે નોટિસ
11. પટેલ વડાપાવ
​​​​​​​12. જય બાલાજી ચાઇનીઝ- 2 કિલો વાસી મંચુરિયનો નાશ
13. એ ન્યુ પીત્ઝા
14. ઉમા ઢોસા
15. પટેલ દાબેલી
16. કમલેશ ઢોસા

લાયસન્સ અને હાઇજીન બાબતે નોટિસ આપવામાં આવી.
લાયસન્સ અને હાઇજીન બાબતે નોટિસ આપવામાં આવી.

17. મહાકાળી પાણીપુરી- 2 કિલો વાસી બટેટાંનો નાશ 18. જલ્પા ફાસ્ટ ફૂડ 19. બાલાજી વડાપાઉં 20. બોમ્બે પિત્ઝા સેંડવિચ 21. રાજુ પાણીપુરી 22. તિરુપતિ મદ્રાસ કાફે 23. સહારા પાઉભાજી 24. ગણેશ ચાઇનીઝ 25. બોમ્બે ચોપાટી આઇસક્રીમ 26. રાજુ રગડા પુરી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular