રાજકોટ/ગોંડલ: વિજય રૂપાણી આજે રાજકોટ અને ગોંડલની મુલાકાતે છે. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે ગોંડલમાં નગરપાલિકા દ્વારા તૈયાર થયેલા 529.30 લાખના ખર્ચે તૈયાર થયેલા ટાઉન હોલ, લાઇબ્રેરી અને સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીની મન કી બાતનું ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે પોરબંદરના સાસંદ રમેશ ધડુક, જયેશ રાદડિયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા હાજર રહ્યા હતા.
બપોર બાદ રાજકોટના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે
ગોંડલ નગરપાલિકા દ્વારા રૂ.529.30 લાખના ખર્ચે નવનિર્મિત ટાઉનહોલમાં 544 સીટો, પ્રોજેક્ટર સ્ક્રીન, લાઇટ સિસ્ટમ, સેન્ટ્રલી એ.સી., અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનું લોકાર્પણ કરાતા શહેરીજનોની સુવિધા વધશે. બપોર બાદ રાજકોટમાં હોસ્પિટલ અને સિટી બસ સ્ટેશનની કામગીરીના રિવ્યૂ બાદ સાંજે 6 વાગ્યે કોઠારિયા રોડ પર તરણ સ્પર્ધાના કલોઝિંગ સેરેમનીમાં હાજરી આપશે અને ત્યારબાદ સાંજે 6.30 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં બ્રહ્મસમાજ આયોજિત દીક્ષા મહોત્સવમાં હાજરી આપશે. ત્યારબાદ 7.30 વાગ્યે અમૃતસાગર પાર્ટી પ્લોટના કાર્યક્રમમાં હાજરી આપી ગાંધીનગર જવા રવાના થશે.