રાજકોટ : રોગચાળો અટકાવવા પ્રશ્ને શહેર કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કમિશ્નર શ્રી નંદાણી ને કરવામાં આવી રજુઆત

0
61
????????????????????????????????????????????

રાજકોટ શહેરમાં તાવ-શરદી સહિતનો રોગચાળો અટકાવવા પ્રશ્ને શહેર કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કમિશ્નર શ્રી નંદાણીને રજુઆત કરવામાં આવી મેલેરિયા કર્મચારીઓ હડતાલ પર તંત્ર પાંગળુ.

રાજકોટ શહેરમાં તાવ-શરદી સહિતનો રોગચાળો વકર્યો છે અને બીજી તરફ મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવામાં તંત્ર પાંગળું સાબતી થઇ રહ્યું છે કેમ કે મેલેરિયાનાં કર્મચારીઓ છેલ્લા ૧ર દિવસથી હડતાલ ઉપર છે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસનાં આગેવાનોએ આજે મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અને રોગચાળો કાબુમાં લેવા ઉગ્ર માંગ ઉઠાવી છે.

 

 

આ આવેદન પત્રમાં જણાવાયુ છે કે, હાલ સમગ્ર રાજકોટમાં  ચોમાસાની ઋતુ દરમ્યાન પાણી જન્ય રોગચાળો પ્રસરી રહ્યો છે સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા એક માસના મેલેરિયા અને શરદી, ઉધરસ તાવના ૨૧,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા પણ રોગચાળો પ્રસર્યો હોવાનું કબુલે છે અને શહેરી જનોને તકેદારી અકિલા રાખવા માર્ગદર્શિકા જાહેર કરે છે ત્યારે બીજી બાજુ વાસ્તવિકતા જુદી જ છે આરોગ્ય શાખા દ્વારા લાંબા સમયથી રોગચાળાના દર્દીઓની સંખ્યા છુપાવવામાં આવી છે તેમજ આગાઉ આરોગ્ય શાખા દર સાપ્તાહિક દર બુધવારે રીપોર્ટ જાહેર થયા નથી.

બાઈટ : વશરામભાઈ સાગઠીયા

 

હાલ મેલેરિયા ફીલ્ડ વર્કરો હડતાળ ઉપર હોય અને મહાનગરપાલિકા પાસે પૂરતા ફીલ્ડવર્કરો ન હોય અને મનપા આ બાબતે પૂરતી ગંભીરતા નથી સમજતી  ત્યારે લોકોના આરોગ્યની ચિંતા કરવી જોઈએ. આ ઉપરાંત હાલ રાજકોટમાં મલ્હાર લોકમેળો-૨૦૧૯ પણ ખુલ્લો મુકવામાં આવે છે ત્યારે જાહેર આરોગ્યના પગલા લેવા અને જીવલેણ ડેન્ગ્યું, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગચાળા અંગે પગલા ભરે તેમજ રોગચાળાનો ભરડો ન વકરે તેવા પગલા લેવા  માંગ કરી છે.

 

કેમેરામેન ઘીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, CN24NEWS, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here