રાજકોટ : કોરોનાના વધતા કેસને લઈને CM રૂપાણીનું રાજકોટમાં આગમન

0
3

આખા ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરત શહેર જિલ્લામાં થઈ રહ્યો છે. ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતા આજે રાજકોટમાં CM વિજય રૂપાણી કલેકટર કચેરી ખાતે આવી ગયા છે. થોડીવારમાં તેઓ કલેકટર કચેરીએ કોરોના અંગે સમીક્ષા બેઠક યોજી વધતા કેસ અંગે ચર્ચા કરશે. કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા સહિતના અધિકારીઓ ડે.CM, આરોગ્ય સચિવ જયંતી રવિ સ્પેશ્યલ નોડલ ઓફિસર સ્તુતિ ચારણ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા.
મુખ્યમંત્રીથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા.

તંત્ર મોતના આંકડા છુપાવે છે
રાજકોટમાં કોરોનાના કારણે મોતના આંકમાં વધારો થયો છે. આ સાથે સ્મશાનોમાં બેથી વધુ કલાકના વેઈટિંગ ચાલી રહ્યા છે. જોકે, તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવી રહ્યા નથી. એક દિવસમાં કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમ સંસ્કાર થાય છે. ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં 34 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

CM અને ડે.CM સહિતનો કાફલો ક્લેક્ટર કચેરીએ દોડી આવી બેઠક યોજી હતી.
CM અને ડે.CM સહિતનો કાફલો ક્લેક્ટર કચેરીએ દોડી આવી બેઠક યોજી હતી.

રાજકોટમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા 230 દર્દીઓની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટરમાં સારવાર
રાજકોટ શહેર તથા જિલ્લામાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કુલ 230 દર્દીની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર અને કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ ચલાવવામાં આવી રહ્યું છે. અહીં ઓક્સિજનની જરૂરિયાતવાળા 177 દર્દીઓ અને ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેવા 15 દર્દીઓની સમાવેશ ક્ષમતા છે. આ યુનિટ ખાતે પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવે છે. અહીં હાલ 180 દર્દીઓને કોરોનાની સારવાર અપાઇ રહી છે, તેમ ડો. ઇલ્યાસ જુણેજાએ જણાવ્યું હતું.

કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના મુખ્યમંત્રીએ સૂચન કર્યા.
કોરોના સંક્રમણને કાબૂમાં લેવાના મુખ્યમંત્રીએ સૂચન કર્યા.

કોરોનાની ફેમિલી બન્ચિંગ પેટર્નના શિકાર બન્યા પૂર્વ મેયર અને પૂર્વ ડેપ્યુટી
રાજકોટમાં અગાઉના બે રાઉન્ડમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા હોય તે પરિવારમાં ટેસ્ટ કરવામાં આવે તો એવું બનતું કે અન્ય કોઈ સભ્યોને કોરોના પોઝિટિવ ન હોય. પરંતુ હાલના ત્રીજા રાઉન્ડમાં રાજકોટ શહેરમાં કોરોનાએ ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’થી પૂરપાટ ઝડપ પકડી હોવાનું મહાપાલિકાના ગ્રાઉન્ડ ઝીરો લેવલે કામ કરતાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ધ્યાન પર આવ્યું છે. તાજેતરમાં ચાલુ મહિનામાં જ એવા 30 કિસ્સા ધ્યાને આવ્યા છે કે જેમાં સમગ્ર પરિવારના તમામ સભ્યો એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા હોય! કોરોનાની આ નવી પેટર્નથી રાજકોટ ભાજપના મેયર સંધ્યાબેન વ્યાસનો સમગ્ર પરિવાર કોરોનાની લપેટમાં આવી ગયો છે. હાલ તેઓ પરિવાર સાથે હોમ આઇસોલેટ થયા છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દૂધાત્રા પણ કોરોના કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here