Saturday, September 18, 2021
Homeરાજકોટ : અશાંતધારા હેઠળના વિસ્તારોમાં કલેક્ટરે સમાન ધર્મીની 100 પ્રોપર્ટી ફાઈલનો નિકાલ...
Array

રાજકોટ : અશાંતધારા હેઠળના વિસ્તારોમાં કલેક્ટરે સમાન ધર્મીની 100 પ્રોપર્ટી ફાઈલનો નિકાલ કર્યો

રાજકોટના રૈયા રોડ, એરપોર્ટ રોડ આસપાસની 28 વસાહતો અને તેની 500 મીટર ત્રિજ્યાવાળા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટના અશાંત વિસ્તારોમાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના મિલકતો વેચવા પર મનાઈ છે. ત્યારે હાલ તંત્રની મંજૂરી માટે અરજદારો કલેક્ટર કચેરીમાં આવી રહ્યાં છે. આ વચ્ચે ગઈકાલે મંગળવારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ અશાંત ધારા વિસ્તારની સમના ધર્મની 100 ફાઇલમાં મંજૂરીના હુકમો આપી દીધા છે. જ્યારે આંતર ધર્મીના વેચાણની 80 જેટલી ફાઈલ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.

ગઇકાલે કલેક્ટર દ્વારા 200 ફાઇલ હાથ પર લેવામાં આવી હતી

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે કલેક્ટર અરુણ બાબુએ અશાંત વિસ્તારની પેન્ડિંગ ફાઇલોનો મામલો હાથ ઉપર લીધો હતો. જેમાં 200 જેટલી ફાઈલો હાથ પર લેવામાં આવી હતી. જેમાં સમાન ધર્મમાં લે-વેચ વાળી પ્રોપર્ટીની ફાઇલોને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં 100 ફાઈલોને મંજૂરી અપાઈ છે, જ્યારે એક ફાઇલમાં ટાઇટલ મળતું ન હોવાથી તેને મંજૂરી આપવામાં આવી નહોતી.

13 જાન્યુઆરી 2021ના રોજ અશાંતધારાનું જાહેરનામું બહાર પડાયું આંતરધર્મીની પ્રોપર્ટીનું વેચાણ હોય તેવી આશરે 80 જેટલી ફાઈલોને પેન્ડિંગ રાખવામાં આવી છે. આ ફાઈલોનો અભ્યાસ કરી, સમીક્ષા કર્યા પછી જ તેને મંજૂરી અંગે વિચારણા થઈ શકે તેમ છે. સમાન ધર્મના આસામીને સ્થાવર મિલકત વેચવા માટેની અરજીઓ પણ લાંબો સમય સુધી મંજૂર નહીં કરાતી હોવાના કચવાટ બાદ હવે 101 અરજીમાં નિર્ણય લઇને માલિકીના આધારમાં વિવાદવાળી એક અરજી નામંજૂર રાખી અન્ય 100 મંજૂર કરી દેવામાં આવી છે. 13 જાન્યુઆરી 2021ના રોજ જાહેરનામું બહાર પાડ્યું ત્યારથી અત્યાર સુધીમાં અશાંત ધારાવાળા વિસ્તારોમાં કુલ 550 મિલકતનું વેચાણ તંત્રની પૂર્વ મંજૂરી સાથે થઇ ચૂક્યા છે.

હિન્દુએ બિન હિન્દુને મિલકત વેચવા ધારી હોય તેવી 12 અરજી આવી હતી

હિન્દુએ બિન હિન્દુને મિલકત વેચવા ધાર્યું હોય એવા કિસ્સામાં મંજૂરી માગતી 12 અરજી અગાઉના કલેક્ટરે દફ્તરે (નામંજૂર) કરી હતી. જ્યારે હાલના કલેક્ટર સમક્ષ આવેલી અરજીઓ પૈકી જે 90માં નિર્ણય બાકી છે તેમાંથી 50 મિલકતનાં આંતર ધર્મીય વેચાણ માટે મંજૂરી માગવામાં આવેલી હોવાથી મામલતદાર અને પોલીસના અભિપ્રાય મગાયા હતા. આવા કિસ્સાઓમાં મહદ અંશે કાયદો-વ્યવસ્થા જોખમાવાની અને કોમી વૈમનસ્યની ભીતિ દાખવતા અભિપ્રાય આવતા હોય છે અને એવા વેચાણ આગળ વધતા અટકાવાય તે આ ધારાનો મુખ્ય ઉદેશ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments