Saturday, September 25, 2021
Homeરાજકોટ : વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યો
Array

રાજકોટ : વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યો

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલના ઇમરજન્સી મેડિસીનના વડા ડો.ચિરાગ માત્રાવાડીયાએ વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે ડોક્ટરે જણાવ્યું હતું કે, જો મેં આ બે ડોઝ લીધા ન હોત તો મારા ભુક્કા બોલી ગયા હોત, મને કોઇ જાતના મેજર લક્ષણો નથી. હું દવા વગર જ સાજો થઇ જઇશ. વેક્સિન લીધા બાદ પણ કોઇ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તેને સામાન્ય લક્ષણો જ જોવા મળે છે. આથી લોકોએ વેક્સિન અવશ્ય લેવી જોઇએ.

બે ડોઝ વેક્સિનના લીધા એટલે સુરક્ષિત રહ્યો
ડો. ચિરાગ માત્રાવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, બે ડોઝ લીધા બાદ મને કોરોના પોઝિટિવ આવ્યો છે પણ લક્ષણો એટલા સામાન્ય છે કે હું દવા નહિ લઉં તો પણ સાજો થઈ જઈશ. નથી તાવ આવ્યો કે નથી કોઈ મેજર લક્ષણો. માત્ર બોલવામાં થોડું ગળુ ઘસાય રહ્યું છે. બે ડોઝ પછી કોરોના આવ્યો છે પરંતુ વેક્સિન પુરેપુરી અસરકારક રહી છે. નહીં તો મારા ભુક્કા બોલી ગયા હોત. હું કોરોનાના રોજના ઢગલા મોઢે પેશન્ટની ટ્રીટમેન્ટ કરી રહ્યો છું.

બે ડોઝ ન લીધા હોત તો શરીરને ઘણી નુકસાની પહોંચી ગઇ હોત
ડો.ચિરાગ માત્રાવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે મેં મારા ક્લિનિક પર 30 પેશન્ટ જોયા હતા. સવારે ઓપીડીમાં 50 જેટલા પેશન્ટોને જોઈને આવ્યો છું. અમે તો સતત કોવિડ વચ્ચે જ રહીએ છીએ. જો બે ડોઝ ન લીધા હોત તો શરીરને ઘણી નુકસાની પહોંચી ગઇ હોત. વેક્સિનને કારણે એકદમ સુરક્ષિત છું, નહીં તો લોકોને તાવ આવે, અશક્તિ આવે જેવા અનેક લક્ષણો શરીરમાં લાગુ પડી જતા હોય છે . સવારથી હું સતત કામ કરી રહ્યો છું. હવે ઘરે આઇસોલેટ થયો છું. લોકોએ વેક્સિન જરૂર લેવી જોઈએ તેવી મારી અપીલ છે. વેક્સિન લીધી હશે તો કોરોના દર્દીને ગંભીર અને મોટું નુકસાન નહીં પહોચાડે.

ડો.ચિરાગ માત્રાવાડીયાએ વેક્સિન લીધી તે સમયની તસવીર.
ડો.ચિરાગ માત્રાવાડીયાએ વેક્સિન લીધી તે સમયની તસવીર.

બે દિવસ પહેલા 68 પોલીસ કર્મી સંક્રમિત થયા હતા
રાજકોટમાં કોરોનાના અજગર ભરડામાં હવે સુરક્ષાકર્મીઓ પણ સપડાય રહ્યાં છે. બે દિવસ પહેલા રાજકોટ શહેર પોલીસમાં DCP ઝોન 2 તરીકે ફરજ બજાવતા મનોહરસિંહ જાડેજા સહિત કુલ 68 અધિકારી-કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત કલેક્ટરના PA જિતેન્દ્ર કોટક પરિવાર સહિત અને મહેકમના કારકુન બકોતર કોરોનાગ્રસ્ત થતાં કલેક્ટર કચેરીમાં ફફડાટ મચી જવા પામ્યો છે. હાલ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. પોઝિટિવ તમામ પોલીસ કર્મચારીઓએ વેક્સિન લીધી હોવાથી સામાન્ય લક્ષણો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, વેક્સિનથી પોલીસ સુરક્ષિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments