રાજકોટ : મિશ્ર વાતાવરણના કારણે કોરોના ફેલાવાની શક્યતા વર્તાય છે

0
6

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. વાદળો છવાય જવાના કારણે વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસભર ગરમી અને રાત્રે ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. આ મિશ્ર વાતાવરણના કારણે કોરોના ફેલાવાની શક્યતા વર્તાય રહી છે.

રાજકોટવાસીઓને બેવડી ઋતુનો અનુભવ
હવામાં વધતું જતું ભેજનું પ્રમાણ, નૈઋત્ય તરફથી આવતા પવન અને અપર એર સર્ક્યુલેશન ચોમાસા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. પરંતુ હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. વાહનચાલકોને મોડે સુધી લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. હાલ રાજકોટવાસીઓને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું
રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું

આટકોટમાં ધુમ્મસનું વાતાવરણ છવાયું
આટકોટમાં બે દિવસ પહેલા વહેલી સવારથી જ ધુમ્મસ છવાયું હતું અને હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોને મોડે સુધી લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. મોડે સુધી આ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. રોડ પણ ભીના થઇ ગયા હતાં. રોડ પર દૂર સુધી કંઈ દેખાતું ન હતું. બીજી તરફ કમોસમી વરસાદની સંભાવનાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here