Tuesday, September 28, 2021
Homeરાજકોટ : સિવિલના 10 તબીબ સહિત 50 લોકોના સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
Array

રાજકોટ : સિવિલના 10 તબીબ સહિત 50 લોકોના સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક બની રહી છે. જેના કારણે પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. વધતા જતા સંક્રમણમાં હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. શહેર પોલીસના 68 અધિકારીઓ-કર્મચારી બાદ હવે સિવિલ હોસ્પિટલના 10 તબીબ સહિત 50 લોકોનો સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે. આથી આરોગ્ય વિભાગ જ ખુદ માંદગીમાં સપડાયું છે. તમામ પોઝિટિવ સ્ટાફના લોકોએ વેક્સિન લીધી હોવાથી સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

બાળકના ડોક્ટર પંકજ બુચ કોરોના સંક્રમિત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેમાં બાળકોના વિભાગના ડો. પંકજ બુચ અને 10 તબીબ સહિત 50 મેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડન્ટ ડો. રાધાકૃષ્ણ ત્રિવેદીના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં સતત 24 કલાક દર્દીઓની સેવામાં તબીબી સ્ટાફ ખડેપગે છે. આવામાં દરરોજ કોઈને કોઈ તબીબ કે મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યો છે જે ચિંતાનો વિષય છે.

બાળકોના વિભાગના ડો.પંકડ બુચ પણ કોરોના સંક્રમિત.
બાળકોના વિભાગના ડો.પંકડ બુચ પણ કોરોના સંક્રમિત.

સિવિલ રોજ 3થી 5 લોકોનો સ્ટાફ સંક્રમિત થાય છે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 490 જેટલો સ્ટાફ સંક્રમિત થયો છે. જેમાં 175 તબીબો, 165 મેડિકલ સ્ટાફ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા 150 જેટલા અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. હાલ બીજી લહેરમાં પિક પોઇન્ટ સમયમાં છેલ્લા એક સપ્તાહમાં પરિસ્થિતિ ગંભીર બનતા રોજના 3થી 5 લોકોનો સ્ટાફ સંક્રમિત થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 4 દિવસ પૂર્વે રાજકોટ સિવિલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરના પતિનું કોરોનાથી અવસાન થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments