Saturday, September 25, 2021
Homeરાજકોટ : ચાલુ કારમાંથી પટકાતા કારખાનેદારનું મોત
Array

રાજકોટ : ચાલુ કારમાંથી પટકાતા કારખાનેદારનું મોત

રાજકોટ-ભાવનગર હાઈ-વે પર આવેલા મહીકા ગામનાં રસ્તા પર આજે બપોરે રાજકોટની મવડી ચોકડી પાસેના રોયલ પાર્ક-૧ માં રહેતા અને મવડી વિસ્તારમાં ઈલેકટ્રીકની આઈટમો બનાવવાનું કારખાનું ધરાવતાં કિશોર ભીખાભાઈ સાવલીયા (ઉ.વ.૪૧) ને ચાલુ કારમાંથી ફેંકી દેવાતા અગર તો તે કારમાંથી ભાગવા જતા રોડ પર પટકાતા મૃત્યું નિપજયું હતું. આ સમગ્ર ઘટના બાદ પોલીસ ધંધે લાગી ગઈ છે. બનાવ હત્યાનો હોવાની શંકાના આધારે આજીડેમ પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. આ કાર મહીકા ગામમાં જ રહેતો કાનો બાવાજી ચલાવતો હોવાની માહિતી મળતા તેની જોરશોરથી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે કિશોર અને કાનો મહીકા ગામમાં આવેલી કાઠીયાવાડ હોટલે ચા-પાણી પીવા ભેગા થયા હતા. સંભવતઃ કાનાએ બોલાવતા કિશોરભાઈ પોતાનું એકટીવા લઈ ત્યાં ગયા હતા. હોટલે બંને વચ્ચે પૈસાની લેતીદેતી બાબતે માથાકુટ થઈ હતી. જેમાંથી એક પક્ષ એવું પણ બોલ્યો હતો કે પૈસાની ઉઘરાણી કરવા હવે ઘરે નહીં આવતાં. કાઠીયાવાડ હોટલે માથાકુટ થયા બાદ બંને અર્ટીગા કાર કે જે કાનાની હોવાનું મનાય છે, તેમાં બેસી રવાના થયા હતા. ૩૦૦ થી ૪૦૦ મીટર દુર પહોંચ્યા તે સાથે જ કિશોરભાઈને ચાલુ કારમાંથી ફેંકી દેવાતા કે પછી તે જાતે ભાગવા જતા રોડ પર પટકાતા માથામાં પછડાટ વાગતા ગંભીર ઈજા થઈ હતી. કોઈએ જાણ કરતા ૧૦૮ નો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. તે વખતે કિશોરભાઈ જીવીત હતા. તેને તત્કાળ એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં દમ તોડી દીધો હતો.

શરૂઆતમાં ૧૦૮ દ્વારા આ બનાવ પ્રાણઘાતક અકસ્માતનો હોવાનું જાહેર કરાયું હતું. પરંતુ પછી પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતા આસપાસના લોકોએ કિશોરભાઈ ચાલુ કારમાંથી ફંગોળાયાનું કહ્યું હતું. એટલુ જ નહીં પોલીસને કાના સાથે તેને હોટલે પૈસાની લેતીદેતી બાબતે માથાકુટ થયાની માહિતી પણ નજરે જોનારાઓએ આપી હતી.

પરીણામે પોલીસ હવે આ બનાવ હત્યાનો હોવાની શંકાના આધારે તપાસ કરી રહી છે. કિશોરભાઈને ચાલુ કારમાંથી ધક્કો મરાતા કે પછી માથાકુટ થતા તે જાતે ચાલુ કારમાંથી ભાગવા જતા રોડ પર પટકાઈ મોતને ભેટયા તે બે થીયરી પર પોલીસ તપાસ કરી રહી છે. જો આ બંનેમાંથી ગમે તે થીયરી સત્ય સાબિત થશે તો પણ કાર ચાલક સામે ખુનનો અગર તો સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાશે તે નિશ્ચિત છે.

સત્ય હકિકતો કાનો મળે ત્યારબાદ જ બહાર આવે તેમ હોવાથી તેની શોધખોળ માટે આજીડેમ પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લગાડાઈ છે. કિશોરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ સાંજે ફોરેન્સીંક નિષ્ણાંત તબીબો પોસ્ટમોર્ટમ કરતા ન હોવાથી હવે આવતીકાલે સવારે પોસ્ટમોર્ટમ થશે. આજ મોડી સાંજ સુધી બનાવ બાબતે સ્પષ્ટતા ન હોવાથી પોલીસે પણ ગુનો દાખલ કર્યો ન હતો. મહીકામાં તાજેતરમાં જ રહેવા આવેલા કાના નામના કાર ચાલકની શોધખોળ માટે ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત સ્થાનિક પોલીસની ટીમની દોડધામ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments