રાજકોટ : ધોરાજી અને જામકંડોરણા વચ્ચે નુરપીરની દરગાહ પાસે અચાનક ટ્રક પલટી મારી જતા થયો અકસ્માત

0
48
ધોરાજી અને જામકંડોરણા વચ્ચેનો મુખ્ય માર્ગ હોય અને આજ મુખ્ય માર્ગમાં નાનામોટા પુલયા આવેલા હોય અને અસંખ્ય વળાંકો આવેલા હોય તેમ છતા ડીવાઈડર કે સંકેત ન હોવાથી અવારનવાર નાના મોટા અકસ્માતો છાસવારે બનતા હોય પણ તેમ છતા તંત્રની આંખ ઉધડતી નથી અને અકસ્માતો બનાવો દીન પ્રતિદિન વધતા જાય છે.
ત્યારે એક વધુ અકસ્માતમાં વધારો થયો છે. ધોરાજી અને જામકંડોરણા વચ્ચે નુરપીરની દરગાહ પાસે અચાનક ટ્રક પલટી મારી જતા અકસ્માત થયો હતો. સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નથી પણ વાહન ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. અને ધોરાજી જામકંડોરણા વચ્ચે ડીવાઈડર તથા સંકેતો રાખવાની કે બનાવવાની માંગ ઉચ્ચારી રહ્યા છે.
અહેવાલ : રશમીનભાઈ ગાંધી, CN24NEWS, રાજકોટ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here