રાજકોટ : ડિરેક્ટરના પત્નીએ બનાવ્યો એઇમ્સનો લોગો

0
4

એઈમ્સ રાજકોટની ઓપીડી ડિસેમ્બર સુધીમાં શરૂ કરવા માટે તંત્ર પુરજોશમાં તૈયારી કરી રહ્યું છે. એઈમ્સ ભરતી કરી રહ્યું છે જ્યારે વહીવટી તંત્ર બાંધકામ દરમિયાન આવતા તમામ અડચણોને દૂર કરી રહ્યું છે. આ દરમિયાન એઈમ્સ રાજકોટે પોતાનો લોગો જાહેર કર્યો છે જેમાં એક બે નહિ પણ પૂરા 33 વિષયોને સમાવી લેવાયા છે. આ અંગે એઇમ્સના ડિરેક્ટર સી.ડી.કચોટે જણાવ્યું હતું કે, એઇમ્સના લોગોમાં ગાંધીજીના ચરખા સાથે 33 જીલ્લાની ઓળખ જોવામાં મળે છે. આ લોગોની ડિઝાઇન અને તેનું નિર્માણ મારી પત્નીએ કર્યું છે.

ગીરના સિંહની પ્રતિકૃતિ શક્તિનું પ્રતિક છે
વધુમાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે, એઈમ્સ રાજકોટનો લોગો સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિ, ઓળખ અને અસ્મિતાને પ્રદર્શિત કરે છે. એઈમ્સના લીલા અને કેસરી રંગના આ લોગોમાં આપણા સમૃદ્ધ વૈદીક મંત્ર સર્વ સન્તુ નિરોગ્ય તથા તબીબી જ્ઞાન ને પ્રકાશિત કરતો મંત્ર ‘વિદ્યા અમૃતમ શ્રુતે’ ના મંત્ર અપાયા છે તો સમગ્ર દેશ જ નહી સમગ્ર એશિયામાં સૌરાષ્ટ્રની ઓળખ તથા ગીરના સિંહની પ્રતિકૃતિ એ તાકાત, સાહસ, હિમ્મત અને સૌથી સર્વોચ્ચ શક્તિના પ્રતિક તરીકે ગણાવાયા છે.

રાજકોટ એઇમ્સના ડિરેક્ટર સી.ડી.કચોટ
રાજકોટ એઇમ્સના ડિરેક્ટર સી.ડી.કચોટ

લોગોનો લીલો રંગ ઉર્જાનું પ્રતિક છે
વધુમાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ગુજરાત એ ડાયમન્ડ હિરાનું પણ હબ ગણાય છે અને સુશ્રુતનો જે લોગો છે તેના ઉપર ડાયમન્ડની તસ્વીર એ શ્રેષ્ઠતા અને પ્રકાશનું પ્રતીક છે. લોગોનો લીલો રંગ ઉર્જાનું પણ પ્રતિક છે. લોગોની બહારની ડીઝાઈન એ સૌરાષ્ટ્રની પરંપરાગત બાંધણીની પ્રતિકૃતિ છે અને તેમાં અદભૂત રીતે 33 તાણાવાણા દર્શાવાયા છે જે ગુજરાતના 33 જીલ્લાઓ એક બીજા સાથે ગુંથાયેલા હોય તેનો સંદેશ આપે છે તો લોગોની અંદરના ભાગે સિંહની પ્રતિકૃતિ સાથે પરંપરાગત દાંડીયા રમતા યુગલની પ્રતિકૃતિ છે.

આવી હશે રાજકોટ એઇમ્સ
આવી હશે રાજકોટ એઇમ્સ

પૃથ્વી પર જીવનનો પ્રારંભનું પ્રતિક
વધુમાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત પણ તેના ‘દાંડીયા’ની કલાની વિશ્વમાં જાણીતું છે. આ લોગોમાં વિદ્યા અમૃતમ શ્રુતે નો જે મંત્ર છે તેમાં જ્ઞાનના સિંચનથી અમૃત પ્રાપ્ત થયાનો સંકેત આપે છે. લોગોમાં ખુલ્લુ પુસ્તક દર્શાવાયુ છે. જે જ્ઞાન સૌના માટે છે તેનું પ્રતિક છે. એઈમ્સ તેના દેશના 18000 જેટલા વિદ્યાર્થીઓને જે રીતે જ્ઞાન- સંશોધન અને શિવવાની કલા શીખવે છે તેનું પ્રતિક છે. લોગોના નીચેના ભાગમાં સમુદ્ર એ ફકત ગુજરાતના લાંબા સમુદ્ર કિનારા જ નહી પરંતુ પૃથ્વી પર જીવનનો પ્રારંભનું પ્રતિક છે.

લોગોમાં 33 વિષયોને સમાવી લેવામાં આવ્યા છે
લોગોમાં 33 વિષયોને સમાવી લેવામાં આવ્યા છે

આ લોગો ગુજરાતના ગ્રામોદ્યોગ સ્વરોજગારનું પ્રતિક છે
વધુમાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે, એઈમ્સના લોગોની આંખને એ પૃથ્વી પર તબીબોને જે રીતે ભગવાન તરીકે ઓળખાય છે તેની સાથે શાંતિ અને જીવનને નવી ચેતના શક્તિ આપે છે તેનું પ્રતિક છે. આ લોગોમાં ગુજરાતની નવી ઓળખ બનનાર સ્ટેચ્યુ ઓફ યુનીટીનું પણ પ્રતિક છે જેની સાથે ચરખો દર્શાવાય છે. લોગોની વચ્ચે સ્ટાર તારા અંકીત કરાયા છે જે સારા ભવિષ્ય, શુદ્ધતા જીવનને આગળ ધપાવવાની પ્રેરણાના પ્રતિક છે અને ચરખો એ મહાત્મા ગાંધી અને ગુજરાતના ગ્રામોદ્યોગ સ્વરોજગારનું પ્રતિક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here