રાજકોટ:મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાનાં આજે બેંક મારફતે ફોર્મ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે શહેરની ICICI બેન્કની દરેક બ્રાન્ચ ખાતે વહેલી સવારથી અરજદારોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે સરદાર બાગ પાસે આવેલી ICICI બેંકની મેઈન બ્રાન્ચમાં મહિલાઓ વચ્ચે ફોર્મ વિતરણ દરમિયાન ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતાં. ઝપાઝપીની ઘટનાને લઈને ટોળું એકઠુ થઈ ગયું હતું. મહત્વનું છે કે અરજદારો કામ ધંધો છોડીને ફોર્મ લેવા માટે સવારથી જ લાઈનમાં ઉભા રહી ગયા હતા. મનપાના 1BHKના 2176 આવાસ માટે ફોર્મ વિગરણ કરવામાં આવી રહ્યું છે.
2 રૂપિયાનાં ફોર્મનાં 100 રૂપિયામાં લેવામાં આવી રહ્યાં છે
રાજકોટ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં એક ફોર્મના 100 રૂપિયા ખાનગી બેંક દ્વારા લેવામાં આવી રહ્યાં છે. 2 રૂપિયાની કિંમતના આ ફોર્મના અરજદારો પાસેથી 100 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. જો મકાન ન લાગે તો ગરીબ અને મધ્યમવર્ગના લોકોનાં 100 રૂપિયામાં પાણીમાં જાય. 2 રૂપિયાનાં ફોર્મ 100 રૂપિયામાં આપવાના મામલે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે એ નિયત કરેલ ચાર્જ છે. સાથે જ કહ્યું કે 31 જુલાઈ સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે. જેથી તમામને ફોર્મ મળી રહેશે.