Saturday, September 18, 2021
Homeરાજકોટ : જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાનું એકાઉન્ટ હેક થયું, મિત્રોને ફ્રેન્ડને રિકવેસ્ટ...
Array

રાજકોટ : જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાનું એકાઉન્ટ હેક થયું, મિત્રોને ફ્રેન્ડને રિકવેસ્ટ મોકલી રૂપિયાની માગણી કરી

રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરીયા (ફાઇલ તસવીર). - Divya Bhaskar

સોશિયલ મીડિયાનો વપરાશ વધતાની સાથે સાથે તેમાં ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિના નામે ફેક એકાઉન્ટ બનાવી બાદમાં તેના મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રૂપિયા માગી ફ્રોડ થતું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે રાજકોટમાં વધુ એક નેતાનું એકાઉન્ટ હેક કરી રૂપિયાની માગણી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરીયાનું એકાઉન્ટ હેક થયું હોવાની માહિતી ખુદ અર્જુન ખાટરીયાએ તેમના ઓરીજીનલ એકાઉન્ટ પરથી આપી છે.

પ્રોફાઈલ પિક્ચર પર અર્જુન ખાટરીયાની તસવીરનો ઉપયોગ કર્યો

રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુન ખાટરીયાના નામનું ફેસબૂકમાં ફેક એકાઉન્ટ કોઇ હેકર દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં હેકરે એકાઉન્ટ પ્રોફાઈલ પિક્ચર પર અર્જુન ખાટરીયાની તસવીરનો ઉપયોગ કર્યો છે. વિપક્ષી નેતાની તમામ વિગતો સાથે ફેક એકાઉન્ટ તૈયાર કરી તેના તમામ ફ્રેન્ડસને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી છે.

અર્જુન ખાટરીયાએ પોતાના ઓરીજીનલ એકાઉન્ટમાંથી મેસેજ કર્યો.
અર્જુન ખાટરીયાએ પોતાના ઓરીજીનલ એકાઉન્ટમાંથી મેસેજ કર્યો.

અર્જુ ખાટરીયાએ લોકોને છેતરાશો નહીંની અપીલ કરી

અર્જુન ખાટરિયાએ આ અંગે પોતાના ઓરીજીનલ ફેસબૂક એકાઉન્ટ પર એક મેસેજ સાથે લખ્યું હતું કે, મારા નામનું ફેક એકાઉન્ટ બનાવી મેસેન્જરમાં મેસેજ કરી રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે. માટે કોઈ લોકો છેતરાશો નહીં તેવી વિનંતી કરી છે.

અગાઉ પણ નેતાઓના એકાઉન્ટ હેક થયા હતા

આ અગાઉ રાજકોટ મનપાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લ, કરણી સેના અધ્યક્ષ જે.પી.જાડેજા અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.આર.સિંઘનું પણ ફેસબૂક પર ફેક એકાઉન્ટ બનાવી હેકર દ્વારા રૂપિયાની માગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નેતા અને અધિકારીઓને બાદ કરતાં સામાન્ય જનતાના નામે પણ આ પ્રકારના ફેક એકાઉન્ટ બન્યા હોવાની અનેક ઘટના બની ચૂકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments