Thursday, February 6, 2025
HomeગુજરાતGUJARAT: ધો. 10નું રાજકોટ જિલ્લાનું પાણીદાર પરિણામ,2791 વિદ્યાર્થીને A-1 ગ્રેડ

GUJARAT: ધો. 10નું રાજકોટ જિલ્લાનું પાણીદાર પરિણામ,2791 વિદ્યાર્થીને A-1 ગ્રેડ

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10નાં નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આજરોજ 82.56 ટકા જાહેર થયુ હતું. ગત વર્ષ કરતાં નવિયમિત વિદ્યાર્થીઓનું પરીણામ 17.94 ટકા ઉંચુ આવતા આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓની શાળાઓમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. 90 ટકાથી વધુ પરિણામ મેળવનારા રાજયનાં કુલ 23247 વિદ્યાર્થીઓમાં સુરત જિલ્લાનાં સૌથી વધુ 48700 જયારે એ-વન ગ્રેડમાં રાજકોટ જિલ્લાનો બીજો ક્રમ રહ્યો હતો. 2791 વિદ્યાર્થીઓને 90 ટકાથી વધુ માર્કસ મળ્યા હતાં.

ધો. 10નું બોર્ડનું રીઝલ્ટ 82.56 ટકા આવ્યું છે. જયારે રાજકોટ જિલ્લાનું ધો. 10નું પરિણામ 85.23 ટકા રહ્યું છે. જિલ્લામાં 90 ટકાથી વધુ પરિણામ મેળવનારા કેન્દ્રો પૈકી આટકોટનું 90.61 ટકા ખામટાનું 95.76 ટકા, માલવિયાનગરનું 94.62 ટકા વૈશાલીનગરનું 95.22 ટકા, આંબરડીનું 90.41 ટકા અમરાપુર (રાજ)નું 99.14  ટકા, વાંગધ્રાનું 99.51 ટકા રૂપાવટીનું 91.14 ટકા, અમરનગરનું 90.98 ટકા રીઝલ્ટ આવ્યું છે. અમરનગર કેન્દ્રનું ગત વર્ષે પરિણામ 37.23 ટકા હતું તેમાં 53.75  ટકાનો આ વર્ષે વધારો થયો છે. મોઢુકામાં ગત વર્ષનાં પરિણામમાં 23.86 ટકા અને વીંછીયાનાં ગત વર્ષનાં પરિણામમાં 24.09 ટકાનો વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં 116 શાળાનું ધો.10નું પરિણામ 100  ટકા આવ્યું છે. જે રાજયમાં સૌથી વધુ છે. જિલ્લામાં 200 શાળાનું પરિણામ 91 થી 99 ટકા અને 109 શાળાનું પરિણામ 9`થી 90 ટકા આવ્યું છે. જયારે 97 શાળાનું પરિણામ 71થી 80 ટકા આવ્યું છે.રાજકોટ જિલ્લાનાં 10નાં પરિણામ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં લોઠડા સરકારી માધ્યમિક શાળાનું પરિણામ 93.36 ટકા પરવડાની સરકારી હાઈસ્કુલનું 94.44 ટકા જયારે અજમેર, ગુંદાળા, કાચમોલીયા અને રવાણીયાની સરકારી શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લાની 39 સરકારી માધ્યમિક શાળા પૈકી જસદણનાં દેવપરા અને વીંછીયાનાં મોટામાત્રા શાળાનું પરિણામ ઓછું આવ્યું છે. બાકી પરિણામ ગત વર્ષ કરતાં ઉંચુ રહ્યું હોવાને લીધે જિલ્લાનું ધો.૧૦નું પરિણામ ઉજ્જવળ રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular