સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

0
0

રાજ્યમાં ધો.12 કોમર્સની પરીક્ષાનું આજે 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારે રાજકોટ જિલ્લાનું 79.14 ટકા પરિણામ આવ્યું છે. જેમા A1 ગ્રેડમાં 108 અને A2 ગ્રેડમાં 1551 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાનું  પરિણામ અને સૌથી ઓછું જુનાગઢ જિલ્લાનું 58.26 ટકા પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે ગત વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 79.59 ટકા આવ્યું હતું. એટલે કે આ વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામમાં થોડો ઘટાડો થયો છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાનું પરિણામ

જામનગર જિલ્લામાં 78.33 ટકા, જૂનાગઢમાં જિલ્લામાં 58.26 ટકા, અમરેલી જિલ્લામાં 69.29 ટકા, ભાવનગર જિલ્લામાં 79.52 ટકા, પોરબંદરમાં જિલ્લામાં 76.21 ટકા, મોરબી જિલ્લામાં 76.69 ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 77.91 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ મોડું જાહેર કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here