Wednesday, September 29, 2021
Homeરાજકોટ : પૂર્વ પતિએ આવી છાતીમાં ગોળી ધરબી સગર્ભાને પતાવી દીધી
Array

રાજકોટ : પૂર્વ પતિએ આવી છાતીમાં ગોળી ધરબી સગર્ભાને પતાવી દીધી

રાજકોટના કાલાવડ રોડ પર વિમલનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં પતિ-પત્ની જમતા હતા અને પૂર્વ પતિ આવીને છાતીમાં ગોળી ધરબી મહિલાને પતાવી દેતા ચકચાર મચી ગઈ હતી. જોકે ગોળી મારી આરોપી ભાગી રહ્યો હતો ત્યારે સ્થાનિક યુવાને તેનો પીછો કરી પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ફિલ્મી ઢબે આરોપીને ગણતરીની મિનીટોમાં જ માધાપર ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મહિલાને 7 મહિનાનો ગર્ભ હોવાનું પણ ખુલ્યું છે.

આરોપી સાથે ચાર વર્ષ પહેલા મહિલાના લગ્ન થયા હતા

રાજકોટ ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરિતા નામની મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલા ગોરખપુરના આકાશ રામાનુજ મૌર્ય સાથે લગ્ન થયા હતા. બાદમાં છૂટાછેડા થતા સરીતાએ રાજકોટમાં પંકજ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. આજે પંકજ અને સરીતા બપોરે જમી રહ્યાં હતા ત્યારે આકાશ ગોરખપુરથી આવ્યો હતો અને પૈસાની લેતીદેતીમાં માથાકૂટ થઈ હતી. બાદમાં આકાશે સરીતા પર દેશી કટ્ટાથી ફાયરિંગ કરી હત્યા કરી નાસી ગયો હતો.

ઘરમાં પતિ-પત્ની જમતા હતા.
ઘરમાં પતિ-પત્ની જમતા હતા.

સ્થાનિક યુવાને આરોપીનો પીછો કર્યો

વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક યુવાન કૃણાલે આરોપીનો પીછો કરી પોલીસને જાણ કરી હતી. આકાશ ઇન્દિરા સર્કલ નજીક રિક્ષામાં બેસી જતો હતો ત્યારે કૃણાલે તેનો સતત પીછો કરી રિક્ષા નંબર પોલીસને આપ્યા હતા. આથી પોલીસે રિક્ષાનો પીછો કરી માધાપર ચોકડીએથી આકાશની ઝડપી લીધો હતો અને હાલ પૂછપરછ ચાલુ છે. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઇ છે.

મહિલાનો પતિ પંકજ.
મહિલાનો પતિ પંકજ.

સ્થાનિક યુવાને BRTS ટ્રેકમાં કાર ચલાવી આરોપીનો પીછો કર્યો

સ્થાનિક યુવાન કૃણાલે આરોપીનો પીછો કરવા માટે રિક્ષા પાછળ કાર દોડાવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર ચડતા યુવાને BRTS ટ્રેક પર પોતાની કાર ચલાવી પોલીસને રિક્ષા નંબર આપ્યા હતા અને પોલીસ દોડી આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.

સ્થાનિક યુવાન કૃણાલે આરોપીને પકડવામાં મદદ કરી (સફેદ શર્ટ પહેર્યો છે તે).
સ્થાનિક યુવાન કૃણાલે આરોપીને પકડવામાં મદદ કરી (સફેદ શર્ટ પહેર્યો છે તે).

આરોપીનું મહિલાને ચાર લાખ આપ્યા હોવાનું રટણ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક સરિતા ચાર વર્ષ પહેલાં ગોરખપુર ખાતે આરોપી આકાશના પિતાને ત્યાં સાડીના શોરૂમમાં નોકરી કરતી હતી. આ સમયે બન્નેને પ્રેમ થયો હતો અને ચાર વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા. જોકે આ બાદ મહિલાએ રાજકોટ આવી પંકજ નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન આરોપીએ મહિલાને અત્યાર સુધીમાં રૂપિયા આપ્યા હોવાનું રટણ રટી રહ્યો છે. જે પરત ન આપતા આજે રોષે ભરાયને આરોપીએ મહિલાની છાતીના ભાગે ગોળી મારી હત્યા નીપજાવી હતી.

પોલીસે દેશી કટ્ટાની રિવોલ્વર કબ્જે કરી.
પોલીસે દેશી કટ્ટાની રિવોલ્વર કબ્જે કરી.

મેમો ન આવે તેની ચિંતા કર્યા વગર મેં મારી કાર BRTS રોડ પર ચલાવીઃ ફર્સ્ટ પર્સન

સ્થાનિક યુવાન કૃણાલે જણાવ્યું હતું કે, મેં પૂછ્યુ કે શું થયું તો તેણે જણાવ્યું કે પેલો ભાઇ ગોળી મારીને ભાગ્યો છે. આથી મેં મારી કાર તેની પાછળ કરી. યુનિવર્સિટી રોડ પરથી મેં પોલીસને જાણ કરી અને રિક્ષા નંબર લખાવ્યા હતા. મારા મિત્ર હરીને પોલીસ સ્ટેશન જઇને કહ્યું કે, આ નંબરની રિક્ષા માધાપર ચોકડી તરફ જાય છે. આથી પોલીસે તેની પાછળ પીછો કર્યો અને મેં મારી કાર પણ તેની પાછળને પાછળ જ હંકારી. મેમો ન આવે તેની ચિંતા કર્યા વગર મેં મારી કાર BRTS રોડ પર ચલાવી. બીક એ હતી કે રિક્ષામાં બેઠેલા આરોપી પાસે રાઇફલ છે. આથી હું મારી કાર તેની આડી રાખી શકુ તેવી પરિસ્થિતિ નહોતી. મને પણ ખુદને ડર હતો. માધાપર સર્કલ પાસેથી આરોપીને ઝડપી લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments