રાજકોટ : વાડીમાં નકલી વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુ બનાવતું કારખાનું ઝડપાયું

0
6

જસદણ તાલુકાના સરતાનપર ગામે વાડીમાં નકલી વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુ બનાવતું કારખાનું ધમધમતું હતું. જસદણ પોલીસને આ અંગે બાતમી મળતા દરોડા પાડ્યા હતા. પોલીસે 2.61 લાખના મુદ્દામાલ સાથે કારખાનુ ચલાવતા રમેશ નામના શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરી છે.

બે શખ્સો કારખાનુ ચલાવતા હતા
જસદણના સરતાનપર ગામે મુના ભરતભાઇ ખાચરની વાડીમાં ઓરડીમાં નકલી વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુ બનાવવાનું કારખાનું ચાલતું હોવાની બાતમી મળતા જસદણના PI કે. જે. રાણા તથા હેડ કોન્સ્ટેબલ રાજેશ તાવીયા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વિમલ પાન મસાલા તથા બાગબાન તમાકુનો જથ્થો તથા અન્ય સાધનો મળી કુલ રૂ. 2.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રમેશ ખીમાભાઇ સોલંકીની ધરપકડ કરી હતી.

પોલીસે 2.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
પોલીસે 2.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

એક મહિનાથી કારખાનુ ચાલતું હતું
વાડી માલિક મુખ્ય સુત્રધાર મુના ભરતભાઇ ખાચર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય સુત્રધાર મુના ખાચરની વાડીમાં છેલ્લા એક માસથી નકલી વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુ બનાવવાનું કારખાનુ ચાલતુ હતું. જસદણ પોલીસે બન્ને સામે ગુનો દાખલ કર્યો છે. મુખ્ય સુત્રધાર મુનાના પકડાયા બાદ ચોંકાવનારી વિગતો ખુલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here