Saturday, September 25, 2021
Homeરાજકોટ : મેટોડા GIDC નજીક સર્જાયો જીવલેણ અકસ્માત
Array

રાજકોટ : મેટોડા GIDC નજીક સર્જાયો જીવલેણ અકસ્માત

રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 3 લોકોનાં મોત નિપજ્યાછે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતામ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતકો પૈકી બે લોકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. અને 1 ડ્રાઈવરનું મોત થયું હતું. મૃતક નિશાંત દાવડા,આદર્શ ગોસ્વામી અને ધ્રાંગધરિયા ફોરમ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી.

JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ કાર ચાલક અચાનક કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર ઠેંકી રોંગ સાઇડમાં કૂદી ગઇ હતી અને રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી ST બસ સાથે ધડાકાભેર અથડાતાં કારનો બૂકડો બોલી ગયો હતો. જેમાં ST બસ અને મોટર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં 1 કુલ 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કે 2 વિદ્યાર્થીઓ કૃપાલી ગજ્જર અને સીમરન ગીલાની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા. અકસ્માત કેટલો ગંભીર છે તે દ્રશ્યો પરથી જ જોઇ શકાય તેમ છે. કારણ કે ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી જેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી અને જેસીબી મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘાયલોમાં સીમરન રાજકોટની તથા કૃપાલી ભાવનગરની છે

આ ઘટનામાં કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે ફોરમ ધ્રાંગધરીયા, સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ફોરમનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકોમાં નિશાંત અને આદર્શ તથા ફોરમ રાજકોટના જ વતની હતાં. ઘાયલોમાં સીમરન રાજકોટની તથા કૃપાલી ભાવનગરની છે. આ બંને સારવાર હેઠળ છે.

ST બસમાં બેઠેલા બે મુસાફરો ઘાયલ

આ ઉપરાંત મૃતક ફોરમ હર્ષદભાઇ ધ્રાંગધરીયા (ઉ.વ.22) કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતી હતી. તે હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણી એક ભાઇથી મોટી હતી. તેના પિતા મિસ્ત્રી કામ કરે છે. આશાસ્પદ દિકરીના મોતથી ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.જ્યારે ST બસમાં બેઠેલા કાલાવડ ખત્રીવાડના યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ તથા જીવુબેન બેચરભાઇને ઇજા થતાં તેમને પણ રાજકોટ દાખલ કરાયા હતાં.

ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

રાજકોટ થી રજૂણાની ST બસ કાલાવડ તરફ જતી આ સામે પુરપાટ ઝડપે GJ-03-KC-8475 નંબર ની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાના કારણે તે બસની નીચેના ભાગમાં ઘુસી ગઇ હતી જેના કારણે કારમાં સવાર કાર ચાલક સહિત 3 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અકસ્માત પગલે હાઇવે પર એક તરફ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments