રાજકોટ : સિંહ બાદ લોધીકાના ઉંડ ખીજડિયામાં દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભય

0
8

રાજકોટ જિલ્લામાં સિંહે દેખા દીધા બાદ હવે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ગત મોડી રાતે લોધીકાના ઉંડ ખીજડિયામાં દીપડો જોવા મળ્યો હતો. આ દીપડાએ ગામમાં 6 જેટલા શ્વાનનું મારણ કર્યું છે. જેથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે રાત્રે પાણી વાળવા જતા ખેડૂતો વાળીએ જતાં પણ ડરી રહ્યાં છે.

દીપડો હોવાની પુષ્ટિ સ્થાનિકોએ કરી

દીપડો રાત્રે 9 વાગ્યા આસપાસ ખીજડિયા ગામના રોજીયા માર્ગ પર જોવા મળ્યો હતો. જે વાતની પુષ્ટી સરપંચ અને ગ્રામ વાસીએ કરી છે. એક તરફ સિંહની લટાર અને બીજી તરફ હવે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દીપડો ગામમાં આવ્યો હોવાની જાણ વનવિભાગને કરવામાં આવી છે

ઉંડ ખીજડિયા ગામના સરપંચ મિલન કથીરિયાએ જણાવ્યું હતું કે મેટોડા નોકરી કરતા લોકો જ્યારે ગામ પરત ફરી રહ્યાં હતા ત્યારે ખીજડીયાના રોજીયા માર્ગ પર દીપડો જોવા મળ્યો હતો. આ દીપડ રાતે 9 વાગ્યા આસપાસ જોવા મળ્યો હતો. જેથી તે લોકોએ વીડિયો મારા મોબાઈલમાં મોકલ્યો હતો. જેથી અમે વનવિભાગને જાણ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here