Wednesday, August 4, 2021
HomeSample Page

Sample Page Title

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના કોંગ્રેસના ધારાસભ્યો હાલ રાજકોટના નીલ સિટી રિસોર્ટમાં છે ત્યારે આ મામલો હવે ગરમાઈ રહ્યો છે. આજે નીલ સિટી ક્લબમાં ધારાસભ્યોને એકત્ર કરવા મામલે રિસોર્ટના માલિક, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને મેનેજર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. તેવામાં રિસોર્ટ ખાતે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ધરણા પર બેસી ગયા છે.

  • બોલશે ગુજરાત’ હેઠળ નીલસિટી રિસોર્ટમાં કોંગ્રેસ ધારાસભ્યોના ધામા
  • વીજબીલ વેરાવબીલ તથા સ્કુલ ફી માફી સહિત મુદ્દાઓને લઇ ધારાસભ્યોના ધરણાં

વિપક્ષનેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ સહિતના કોંગ્રેસી નેતાઓ એ ‘બોલશે ગુજરાત’ કાર્યક્રમ હેઠળ સરકાર સામે ધરણા કર્યા હતા. આ દરમિયાન તેમણે સરકાર પર કોરોના મામલે આક્ષેપો કર્યા હતા અને સાથે જ વીજ બીલ, વેરા માફી અને ખાનગી સ્કુલો જે ફી વસુલે છે તે માફ કરી લોકોને આર્થિક રાહત આપવાની માંગ કરી હતી.

મહત્વનુ છે કે, 3 ધારાસભ્યોના રાજીનામા બાદ અન્ય ધારાસભ્યો ન તૂટે તે માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરાયા છે. કોંગ્રેસે ઉમેટાના ફાર્મહાઉસમાં મધ્ય ગુજરાતના પોતાના ધારાસભ્યો રાખ્યા છે. જ્યારે રાજકોટના નિલસીટી રિસોર્ટમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો અને રાજસ્થાનના વાઈલ્ડ વિન્ડ્સ રિસોર્ટમાં ઉ.ગુજરાતના MLAને રાખ્યા છે. માહિતી પ્રમાણે મધ્ય, દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને ભરતસિંહ સાચવશે. જ્યારે સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોરને ઉ.ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.

તો સૌરાષ્ટ્રના ધારાસભ્યો તૂટે નહી તેની જવાબાદારી પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયાને સોંપાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments