Saturday, September 18, 2021
Homeગુજરાતરાજકોટ : જામકંડોરણામાં ફોફળ નદીનો પૂલ ધસમસતાં પાણીના પ્રવાહમાં ધરાશાયી

રાજકોટ : જામકંડોરણામાં ફોફળ નદીનો પૂલ ધસમસતાં પાણીના પ્રવાહમાં ધરાશાયી

રાજકોટ જિલ્લાના જામકંડોરણાનો સ્ટેટ હાઈવે પાસે આવેલા ફોફળ નદીનો પૂલ ધસમસતાં પાણીના પ્રવાહમાં ધરાશાયી થયો છે. જેને પગલે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ગોંડલમાં મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. ગઈકાલે પણ ગોંડલમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને આજે પણ વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના રાજમાર્ગો પાણી પાણી થયા હતા. અત્યાર સુધીમાં ગોંડલમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે ગોંડલમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા.તેમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજમાં કેડ સમાં પાણી ભરાયા હતા.

ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા
ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા
ગોંડલમાં ધોધમાર વરસાદ.
ગોંડલમાં ધોધમાર વરસાદ.

ગોંડલનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો
ગોંડલમાં ગઈકાલે પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે ગોંડલનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો હતો. ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હાલમાં જળાશયની ભરપુર સપાટી 142.02 મીટર છે અને વેરી ડેમમાં 2093 ક્યુસેક પાણીની આવક થઈ હતી. ગોંડલના બસસ્ટેશન, કોલેજ ચોક, માંડવી ચોક, કપુરીયા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગોંડલમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ.
ગોંડલમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ.

ખરાબ હવામાનનાં કારણે હેલીકોપ્ટર પહોચી શક્યુ ન હતુ
ગોડલ તાલુકાના ડૈયા પાસે ખેતરમાં ફસાયેલા ખેતર માલિક તથા ખેત મજૂરી કરતાં આદિવાસી પરિવારો સહિત અનેકને પ્રાંત અધિકારી રાજેશ આલ, ગોંડલ ફાયર સ્ટાફ તથા યુવા અગ્રણી ગણેશસિહ જાડેજા સહિતનાં એ ચારથી પાંચ કલાકની જહેમત બાદ સલામત બહાર કાઢી બચાવ કરાયો હતો. દોરડાં બાંધી તમામનું રેસ્ક્યુ કરાયું હતું. આ વેળા જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના ડૈયા દોડી ગયા હતા. ડૈયા પાસે છાપરવાડી તથાં મોતિસર નદીઓનાં પાણી ભરાયાં હોય નદીઓમાં ઘોડાપુર આવ્યાં હોય ખેતરો ફરતે પાણી ફરી વળ્યા હતા. બહાર નિકળવાનો માર્ગ નહીં મળતાં કેટલાંક મજૂરો જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયાં હતાં. ફસાયેલાને બચાવવા હેલિકોપ્ટરની મદદ મંગાઇ પરંતું ખરાબ હવામાનનાં કારણે હેલીકોપ્ટર પહોચી શક્યુ ન હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments